Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરમાં બેઠક યોજી:જીજી હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ કરવા ચર્ચા

    5 days ago

    રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની જીજી સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને લોકાભિમુખ બનાવવાનો હતો. બેઠક દરમિયાન હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ અને ડીન ડો. નંદીની દેસાઈએ પ્રેઝન્ટેશન દ્વારા હોસ્પિટલની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં મંજૂર મહેકમ, દૈનિક ઓ.પી.ડી., ઇન્ડોર દર્દીઓની સંખ્યા, પેરા મેડિકલ, નર્સિંગ અને એડમિન સ્ટાફની વિગતો તેમજ હોસ્પિટલની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની માહિતી આપવામાં આવી હતી. ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને વિવિધ વિભાગોની કાર્યપ્રણાલીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. મંત્રીએ વિવિધ વિભાગના વડાઓ દ્વારા રજૂ કરાયેલી વહીવટી અને માળખાકીય માંગણીઓને હકારાત્મક રીતે સાંભળી હતી. તેમણે આ માંગણીઓને સત્વરે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તબીબો અને સ્ટાફને પ્રોત્સાહિત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્ર માનવતા અને શ્રેષ્ઠ કર્મ કરવાનું ઉત્તમ માધ્યમ છે. તેમણે કોરોના સહિતની આફતોમાં સરકારી હોસ્પિટલોની ભૂમિકાની પ્રશંસા કરી. મંત્રીએ હોસ્પિટલ પરિસરને શ્રેષ્ઠતમ અને દર્દી-સ્નેહી બનાવવા, ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવા અને સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે 'ટીમ' બનીને કામ કરવા આહવાન કર્યું હતું. આ બેઠકમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, અગ્રણી બીનાબેન કોઠારી, મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ અને તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ સહિત વિવિધ વિભાગોના વડાઓ તથા સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોનગઢના રાણીઆંબા ગામે વરલી મટકા ઝડપાયો:દૂધ ડેરી સામેથી એક શખ્સ રોકડ સાથે પકડાયો
    Next Article
    ભણગોર શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment