Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સંસ્કૃત બોર્ડના ચેરમેને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો:કલ્યાણપુરના ગાગામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    12 hours ago

    સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026'ની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવના અંતિમ દિવસે કલ્યાણપુર તાલુકાના ગાગા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલે સુઇનેશ, બામણાસા, બામણાસા વાડી, ગાગા અને ગાગા વાડી શાળાઓના બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-1ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. તેમણે ડ્રોપ આઉટ થયેલા બાળકોનું નામાંકન અને પુન:પ્રવેશ પણ કરાવ્યો. બાળકોના પ્રવેશ બાદ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, શાળાકીય સુવિધાઓ અને વાલીઓની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપ્તિએ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ તરફ ઝુકાવ:હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ, 1354 નવા બાળકોને પ્રવેશ અપાયો
    Next Article
    માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો:કરજણમાં રસોઈ વખતે ગરમ ચોખાથી દાઝી ગયેલા એક વર્ષના બાળકનું લાંબી સારવાર બાદ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment