Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓ તરફ ઝુકાવ:હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ, 1354 નવા બાળકોને પ્રવેશ અપાયો

    10 hours ago

    વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ખાસ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. 1354 નવા બાળકોને પ્રવેશ અપાયો આ વર્ષે પ્રવેશોત્સવ અંતર્ગત કુલ 1354 જેટલા નવા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રે એક મોટી ઉપલબ્ધિ દર્શાવે છે. સૌથી નોંધપાત્ર અને આનંદની વાત એ છે કે, ખાનગી શાળાઓની મોંઘી ફી છોડીને વાલીઓ અને વિદ્યાર્થીઓનો સરકારી શાળાઓ તરફનો ઝુકાવ અને પ્રવેશ આ વર્ષે નોંધપાત્ર રીતે વધ્યો છે, જે સરકારી શિક્ષણ વ્યવસ્થા પર વધતા વિશ્વાસનું પ્રતીક છે. ‘પાઠ્યુપુસ્તકનાં જ્ઞાન સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ’ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદની અને શિક્ષકોને સંબોધિત કરતા હર્ષ સંઘવીએ શિક્ષકોને પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવવા માટે ખાસ ટકોર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરે. તેમણે તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી. આ સાથે જ તેમણે વાલીઓની ભૂમિકા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, બાળકોને નિયમિત શાળાએ મોકલવાની સાથે તેમને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા એ વાલીઓની પ્રાથમિક ફરજ છે, જેથી બાળક માનસિક અને શારીરિક રીતે મજબૂત બની શકે. શિક્ષણ સમિતિ દ્વારા કન્સેપ્ટ શાળા શરૂ થશે વડોદરામાં હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 126 શાળાઓ ખૂબ જ સફળતાપૂર્વક કાર્યરત છે અને હજારો બાળકોને શિક્ષણ પૂરું પાડી રહી છે. શિક્ષણ વ્યવસ્થાને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવાના હેતુથી સરકારે એક મહત્વકાંક્ષી યોજના પણ જાહેર કરી છે. જે અંતર્ગત વર્ષ 2030 સુધીમાં આ તમામ શાળાઓમાં અત્યાધુનિક 'મોડેલ સ્ટુડિયો' તૈયાર કરવામાં આવશે, જેનાથી બાળકો સ્માર્ટ લર્નિંગનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, શિક્ષણના સ્તરને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે વડોદરામાં ટૂંક સમયમાં જ 'બે નવી કન્સેપ્ટ શાળાઓ' પણ શરૂ કરવામાં આવશે, જે શિક્ષણ જગતમાં નવો વળાંક લાવશે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ મોડા પડ્યા એક તરફ શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો હતો અને નાયબ મુખ્યમંત્રી પણ સ્ટેજ ઉપર પહોંચી ગયા હતા, તેના 10 મિનિટ બાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યારે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં જ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મોડા પડતા ચર્ચાનો વિષય બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મેસ્સીના જન્મદિવસ પર સૌથી મોટો 85 ફૂટનો સ્ટેચ્યુ:70 ટન સ્ટીલ, 18 મહિનામાં તૈયાર થયું; વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ફૂટબોલર
    Next Article
    ગુજરાત સંસ્કૃત બોર્ડના ચેરમેને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો:કલ્યાણપુરના ગાગામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment