Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો:કરજણમાં રસોઈ વખતે ગરમ ચોખાથી દાઝી ગયેલા એક વર્ષના બાળકનું લાંબી સારવાર બાદ મોત

    13 hours ago

    વડોદરા જિલ્લાના કરજણમાં એક ચોંકાવનારો અને માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. રસોઈ બનાવતી વખતે ગરમ ચોખાના તપેલાનું ઢાંકણું ખોલવા જતાં એક વર્ષના બાળકના બંને હાથ પર ગરમ ચોખા પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે કરજણ અને બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું, આ મામલે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રમતા સમયે ગરમ તપેલાના ચોખા બાળકના હાથ પર પડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણમાં રહેતા દિલીપ દેવીપુજકના પત્ની 14 જૂને ઘરે રસોઈ તૈયાર કરી રહ્યાં હતાં. તેમનો એક વર્ષનો પુત્ર ધનરાજ બાજુમાં જ રમી રહ્યો હતો. રમતાં-રમતાં બાળક ગરમ ચોખાના તપેલા પાસે પહોંચી ગયો અને ઢાંકણું ખોલવાનો પ્રયાસ કરતાં ગરમ ચોખા તેના બંને હાથ પર પડી ગયા, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર સમયે બાળકે જીવ ગૂમાવ્યો પરિવારે તાત્કાલિક ધનરાજને પ્રથમ કરજણની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો. જોકે, ત્યાં તે જીવન-મરણની લડાઈ હારી ગયો હતી. આ મામલે કરજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સંસ્કૃત બોર્ડના ચેરમેને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો:કલ્યાણપુરના ગાગામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
    Next Article
    Exhibitor claims Ranbir Kapoor’s Ramayana can break Dhurandhar’s Rs 3300 cr record

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment