Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં નિર્જળા એકાદશીએ મંદિરોમાં ભીડ:મહિલાઓએ પાણીના ઘડા મૂકી પૂજા કરી

    23 hours ago

    હિંમતનગરમાં નિર્જળા એકાદશી, જેને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિશેષ મહત્વને કારણે આજે સવારથી જ રાધાકૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ મંદિરોમાં પાણીના ઘડા મૂકી પૂજા અર્ચના કરી હતી. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિર પરિસરમાં આવેલા કૃષ્ણ ભગવાનના મંદિરમાં અને ખાડિયા વિસ્તારમાં આવેલા મહા મંદિરે રાધાકૃષ્ણ મંદિરમાં એકાદશીનું વ્રત કરનારી મહિલાઓની નોંધપાત્ર ભીડ જોવા મળી હતી. મહિલાઓએ માટીની મટકીમાં પાણી ભરી, તેમાં વસ્ત્ર, ફળ અને પંખો મૂકીને પૂજન અર્ચન કર્યું હતું. તેમણે નિર્જળા વ્રતનો સંકલ્પ કરીને ભગવાન રાધાકૃષ્ણના ચરણોમાં આ વસ્તુઓ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક માન્યતા અનુસાર, વર્ષમાં આવતી તમામ 24 (અથવા અધિક માસની 26) એકાદશીઓનું વ્રત કરવાથી જે ફળ મળે છે, તે માત્ર આ એક નિર્જળા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી પ્રાપ્ત થાય છે. પૌરાણિક કથા મુજબ, પાંડવોમાં ભીમસેનને ખૂબ ભૂખ લાગતી હોવાથી તેઓ દર મહિને આવતી અન્ય એકાદશીઓના વ્રત કરી શકતા ન હતા. ત્યારે મહર્ષિ વેદ વ્યાસજીએ તેમને આ એક જ નિર્જળા એકાદશીનું વ્રત કરવા કહ્યું હતું. ભીમે અન્ન-જળ વિના આ કઠોર વ્રત કર્યું, જેથી તેમને બધી એકાદશીઓનું પુણ્ય મળ્યું. આથી તેને 'ભીમ અગિયારસ' પણ કહેવાય છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, પાપોનો નાશ થાય છે, દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ (વૈકુંઠ ધામ) મળે છે. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરવું. શક્ય હોય તો પાણીમાં થોડું ગંગાજળ ઉમેરવું. સ્વચ્છ અને પીળા વસ્ત્રો ધારણ કરી, સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને નિર્જળા વ્રતનો સંકલ્પ લેવો. જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં આ એકાદશી આવતી હોવાથી, આ દિવસે જળ અને ઠંડક આપતી વસ્તુઓના દાનનું અનોખું મહત્વ છે. આ દિવસે પાણીથી ભરેલો માટીનો ઘડો (માટલું), હાથપંખો, છત્રી, પગરખાં (ચંપલ), ફળો (તરબૂચ, શક્કરટેટી, કેરી), ખાંડ, ગોળ, શરબત, અન્ન, વસ્ત્ર અને ગાયનું દાન જેવી વસ્તુઓનું દાન કરવું શુભ મનાય છે.
    Click here to Read More
    Previous Article
    પુત્રવધૂએ સાસુને ચાકુ બતાવીને ધમકાવી:સાસુએ 181ની મદદ માગતા અભયમની ટીમે પહોંચીને કાઉન્સેલિંગ કરવાનો પ્રયાસ કર્યો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
    Next Article
    ભરૂચમાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી:સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો, વાલીઓનો વિશ્વાસ વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment