Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી:સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો, વાલીઓનો વિશ્વાસ વધ્યો

    21 hours ago

    ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા શૈક્ષણિક વર્ષ દરમિયાન, જિલ્લાના 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. આ આંકડો સરકારી શિક્ષણ પ્રત્યે વાલીઓના વધતા વિશ્વાસનો સંકેત આપે છે. નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની 176 સરકારી શાળાઓમાં આ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતની સુવિધાઓ, અનુભવી શિક્ષકો, મફત પાઠ્યપુસ્તકો અને શિષ્યવૃત્તિ યોજનાઓ જેવા કારણોસર વાલીઓ સરકારી શિક્ષણ વ્યવસ્થાને સકારાત્મક દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. શિક્ષણ જગતમાં ચર્ચા મુજબ, ખાનગી શાળાઓની વધતી ફી અને અન્ય ખર્ચ સામે સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળતું હોવાની માન્યતા મજબૂત બની છે. આના કારણે મધ્યમવર્ગ અને ગ્રામ્ય વિસ્તારના વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાયા છે. તાલુકાવાર આંકડાઓ પણ આ બદલાવને સમર્થન આપે છે. ભરૂચ તાલુકામાં સૌથી વધુ 184 વિદ્યાર્થીઓએ સરકારી શાળા પસંદ કરી છે, ત્યારબાદ અંકલેશ્વરમાં 183 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અન્ય તાલુકાઓમાં વાગરામાં 100, જંબુસરમાં 72, આમોદમાં 61, નેત્રંગમાં 30, હાંસોટમાં 29, ઝઘડીયામાં 22 અને વાલીયામાં 4 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. નંદેલાવ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વૈભવી મહેતાએ જણાવ્યું હતું કે, 'બેક ટુ સ્કૂલ' પ્રોજેક્ટ હેઠળ ઘણા ડ્રોપઆઉટ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, સરકારી શાળાઓમાં સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થવાથી બાળકો અને વાલીઓનો ઉત્સાહ સરકારી શાળાઓમાં પ્રવેશ લેવા માટે વધી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રના જાણકારો માને છે કે આ આંકડો માત્ર પ્રવેશનો નહીં, પરંતુ સરકારી શિક્ષણ વ્યવસ્થામાં આવી રહેલા પરિવર્તન અને લોકોના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે. જો આ વલણ આગામી વર્ષોમાં પણ જળવાઈ રહેશે, તો સરકારી શાળાઓ શિક્ષણ ક્ષેત્રે એક નવી ઓળખ ઊભી કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં નિર્જળા એકાદશીએ મંદિરોમાં ભીડ:મહિલાઓએ પાણીના ઘડા મૂકી પૂજા કરી
    Next Article
    Gujarat Man Loses Rs 6,00,000 In 'APK' Fraud, Jharkhand-Based Gang Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment