Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં શાળા પ્રવેશોત્સવ, વઢવાણ-દસાડામાં કાર્યક્રમ:નવપ્રવેશિત બાળકોના ઉત્સાહવર્ધન માટે યુનિફોર્મ અને રમકડાંની કીટનું વિતરણ કરાયું

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ક્લસ્ટરમાં આવેલા માળોદ ગામની વિવિધ શાળાઓમાં 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો, જેમાં સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત જ્ઞાનશક્તિ સ્કૂલ - માળોદ, માળોદ પ્રાથમિક શાળા અને કુ. એચ.આર. ગાર્ડી હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. બાળકોના સર્વાંગી વિકાસ અને તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી સચિવ રાકેશ શંકર અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત બાળકો અને વાલીઓને સંબોધન કર્યું હતું. તેમણે બાળપણના પ્રારંભિક વર્ષોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કારના મૂલ્યો અને પ્રાથમિક શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. મહાનુભાવોએ દરેક વાલીને પોતાના બાળકને શિક્ષણ આપવા અને શાળા સાથે જોડવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં બાળ વિકાસ, પોષણ અને સંસ્કારસભર બાળ ઉછેર અંગે પણ ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ભૂલકાઓને આંગણવાડી પ્રવેશ, બાલવાટિકા પ્રવેશ તેમજ પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. નવપ્રવેશિત બાળકોના ઉત્સાહવર્ધન માટે મહાનુભાવોના હસ્તે યુનિફોર્મ અને રમકડાંની કીટનું વિતરણ કરાયું હતું, તેમજ તમામ બાળકોને વિદ્યારંભ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આગેવાનો, સ્થાનિક પ્રતિનિધિઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો. રાજ્યભરમાં ચાલી રહેલા 'શાળા પ્રવેશોત્સવ' અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પણ બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ દસાડા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈને નાના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીએ દસાડા તાલુકાના નાવિયાણી ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કલેક્ટરના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટર વાલેવાડા ગામની મુલાકાતે ગયા હતા. વાલેવાડા ખાતે શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવતા બાળકોને કલેક્ટરના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં પણ શાળામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણના ખેડૂત સાથે લંડન વિઝાના નામે રૂ. 32.35 લાખની છેતરપિંડી:કડીના દંપતી સહિત ત્રણ સામે હારીજ પોલીસમાં ગુનો નોંધાયો
    Next Article
    કાર ચાલકનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી:વડોદરામાં MS યુનિવર્સિટી કેમ્પસમાં જીવલેણ સ્પીડમાં કાર ચલાવીને સ્ટંટબાજી કરનાર કાર ચાલકની પોલીસે ધરપકડ કરી, કાન પકડીને માફી માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment