Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ખેડૂત સાથે લંડન વિઝાના નામે રૂ. 32.35 લાખની છેતરપિંડી:કડીના દંપતી સહિત ત્રણ સામે હારીજ પોલીસમાં ગુનો નોંધાયો

    1 day ago

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જમણપુર ગામના એક ખેડૂત સાથે લંડન મોકલવાના બહાને રૂ. 32.35 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ખેડૂત વનરાજસિંહ મફાજી વાઘેલા અને તેમની પત્નીને વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી આ રકમ પડાવી લેવામાં આવી હતી. આ મામલે હારીજ પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 318(2), 316(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જમણપુર ગામના વનરાજસિંહ મફાજી વાઘેલાના લગ્ન જોટાણા તાલુકાના વિરસોડા ગામના દાદુભા ઉદેશંગ પરમારની પુત્રી ધરતીબા સાથે થયા હતા. વનરાજસિંહના પત્નીના ફોઈના દીકરા પ્રવિણસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ સોલંકી અને તેમની પત્ની અજુબા પ્રવિણસિંહ સોલંકી (રહે. તીર્થ સોસાયટી, કડી, હાલ લંડન, યુ.કે.)એ આશરે અઢી વર્ષ પહેલા વનરાજસિંહનો ફોન પર સંપર્ક કર્યો હતો. આ દંપતીએ વનરાજસિંહ અને તેમની પત્નીને લંડનમાં વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની લાલચ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંને પતિ-પત્નીને લંડન બોલાવવા માટે કુલ રૂ. 32,35,000નો ખર્ચ થશે. શરૂઆતમાં પ્રોસેસ શરૂ કરવા માટે રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન, પ્રવિણસિંહના સસરા જીતેન્દ્રસિંહ લક્ષ્મણજી ચાવડા (રહે. કરજીસન, કડી)એ પણ પૈસા બાબતે કોઈ પ્રશ્ન ઊભો થાય તો પોતાની જવાબદારી રહેશે તેવી બાંહેધરી આપી હતી. આરોપીઓના કહેવા મુજબ, વનરાજસિંહે કમલેશકુમાર પટેલ અને સંદીપભાઈ પટેલના નામે હારીજ અને મહેસાણાની PM આંગડિયા પેઢી મારફતે અમદાવાદ ખાતે ટુકડે-ટુકડે કુલ રૂ. 32,35,000 મોકલી આપ્યા હતા. નાણાં મળી ગયા બાદ પણ લાંબા સમય સુધી વિઝા ન આવતા વનરાજસિંહે વિઝા અંગે પૂછપરછ કરી હતી, પરંતુ આરોપીઓ તરફથી માત્ર વાયદા જ આપવામાં આવ્યા હતા. વનરાજસિંહે આ બાબતે જીતેન્દ્રસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે પણ જમાઈ લંડનથી પરત આવ્યા બાદ હિસાબ ચૂકવવાની અથવા પૈસા પરત આપવાની ખાતરી આપી હતી. આખરે, પ્રવિણસિંહે વોટ્સએપ કોલ કરીને વિઝા કે રૂપિયા પરત નહીં મળે અને થાય તે કરી લેવા અંગે ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા વનરાજસિંહે હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રવિણસિંહ સોલંકી, અજુબા સોલંકી અને જીતેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    2022થી સચીન અને પાંડેસરા પોલીસને હાથતાળી આપતો આરોપી આખરે ઝડપાયો:વાહન ચોરીના 10 ગુનામાં સંડોવણી, ચૌગડ ગેંગનો કુખ્યાત આરોપી સચીન ઉર્ફે નેહાલસિંગને પોલીસે દબોચ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં શાળા પ્રવેશોત્સવ, વઢવાણ-દસાડામાં કાર્યક્રમ:નવપ્રવેશિત બાળકોના ઉત્સાહવર્ધન માટે યુનિફોર્મ અને રમકડાંની કીટનું વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment