Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2022થી સચીન અને પાંડેસરા પોલીસને હાથતાળી આપતો આરોપી આખરે ઝડપાયો:વાહન ચોરીના 10 ગુનામાં સંડોવણી, ચૌગડ ગેંગનો કુખ્યાત આરોપી સચીન ઉર્ફે નેહાલસિંગને પોલીસે દબોચ્યો

    1 day ago

    સુરતની સચીન GIDC પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ અને મધ્યપ્રદેશની કુખ્યાત ચૌગડ ગેંગ સાથે સંકળાયેલા એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. છેલ્લા સાડા ચાર વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આ આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. મધ્યપ્રદેશની ચૌગડ ગેંગ સાથે કનેક્શન અને સુરતમાં આશરો પોલીસના સકંજામાં આવેલા કુખ્યાત આરોપીનું મૂળ વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં આવેલું છે. તે એમપીની ખતરનાક અને વાહન ચોરીમાં સંડોવાયેલી ચૌગડ ગેંગનો સક્રિય સભ્ય છે. ગુના આચર્યા બાદ તે પોતાની ઓળખ છુપાવીને સુરતના કાપોદ્રા વિસ્તારમાં આશરો લઈને રહેતો હતો. તે સ્થાનિક સ્તરે કોઈને શંકા ન જાય તે રીતે છુપાઈને રહેતો હતો, પરંતુ સુરત પોલીસની નજરથી તે બચી શક્યો નહોતો. પોલીસને ચોક્કસ માહિતી મળતા જ વોચ ગોઠવીને તેને દબોચી લેવામાં આવ્યો હતો. વર્ષ 2022ના વાહન ચોરીના 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી સચીન ઉર્ફે નેહાલસિંગ રીઢો ગુનેગાર છે અને તેના ગુનાહિત ઈતિહાસનો મોટો ખુલાસો થયો છે. શહેરના સચીન GIDC અને પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022 દરમિયાન બનેલી વાહન ચોરીની અનેક ઘટનાઓમાં તેની સીધી સંડોવણી હતી. પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના 10 ગુનાઓમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતો. આ ધરપકડથી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ તમામ 10 ગુનાનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીની ધરપકડ બાદ પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. વાહન ચોરીના આટલા મોટા નેટવર્કના મુખ્ય સાગરીતની ધરપકડ થવાથી આગામી દિવસોમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી ચોરી થયેલા અન્ય વાહનો તેમજ આ ગેંગના અન્ય સભ્યો વિશે પણ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસે હાલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદી ત્રણ દિવસમાં ₹22,000 સસ્તી થઈ:પાંચ મહિનામાં 1.70 લાખ રૂપિયા તૂટી, સોનામાં ₹16,000 નો ઘટાડો; જાણો આજના લેટેસ્ટ ભાવ
    Next Article
    પાટણના ખેડૂત સાથે લંડન વિઝાના નામે રૂ. 32.35 લાખની છેતરપિંડી:કડીના દંપતી સહિત ત્રણ સામે હારીજ પોલીસમાં ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment