Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં આશા વર્કર બહેનોનો હલ્લાબોલ:પડતર માંગણીઓ માટે જિલ્લા સેવા સદન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

    17 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આશા વર્કર બહેનોએ મંગળવારે જિલ્લા સેવા સદન ખાતે પોતાના પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનના નેજા હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્ર થઈ હતી. આ બહેનોએ લઘુતમ વેતનનો અમલ, ચાર મહિનાથી બાકી રહેલા વેતનની તાત્કાલિક ચુકવણી, વિવિધ ભથ્થાં અને સેવાકીય હકો સહિતની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણની માંગ કરી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સેંકડો આશા વર્કર બહેનો એકત્ર થતાં વાતાવરણ ગરમાયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન આશા બહેનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર તેમજ આરોગ્ય વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવાઓના પાયાના સ્તરે સતત કામગીરી કરવા છતાં તેમને પૂરતું વળતર અને સમયસર વેતન મળતું નથી. વિરોધ વધુ તેજ બનતા આશા બહેનોએ જિલ્લા સેવા સદન પરિસરમાં પ્રતીક ધરણાં પણ શરૂ કર્યા હતા. તેમણે કોરોના કાળથી લઈને આજ સુધી આરોગ્ય વિભાગના વિવિધ અભિયાનોમાં આપેલી સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સરકારના ઉદાસીન વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આશા વર્કર આગેવાનો હંસાબેન રાઠોડ અને વંદનાબેન સુતરિયાએ જણાવ્યું હતું કે, આશા વર્કરોને કર્મચારીનો દરજ્જો, લઘુતમ વેતન અને સમયસર ચૂકવણી જેવી મૂળભૂત માંગણીઓ માટે વારંવાર આંદોલન કરવું પડે છે. જો તંત્ર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ખાતે થયેલું આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. આશા બહેનોએ પોતાની માંગણીઓ સંદર્ભે કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજ બનાવી સરકારી જમીન વેચી નાખી':માંગરોળના ભાજપના ધારાસભ્યની રજૂઆતથી ખળભળાટ, કલેકટર તંત્ર હવે માપણી કરી નોટિસ આપશે
    Next Article
    એસઓજી એ 1.862 કિલો ગાંજા સાથે આરોપી ઝડપી પાડ્યો:​યુવાનો નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જૂનાગઢ એસઓજી સફળ ઓપરેશન: કડીયાવાડમાંથી લાખોના નશીલા પદાર્થ સાથે હિસ્ટ્રીશીટર શખ્સની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment