Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસઓજી એ 1.862 કિલો ગાંજા સાથે આરોપી ઝડપી પાડ્યો:​યુવાનો નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જૂનાગઢ એસઓજી સફળ ઓપરેશન: કડીયાવાડમાંથી લાખોના નશીલા પદાર્થ સાથે હિસ્ટ્રીશીટર શખ્સની ધરપકડ

    18 hours ago

    ​જૂનાગઢ શહેરમાં યુવાનો નશાના ખપ્પરમાં હોમાય તે પહેલા જૂનાગઢ એસઓજી દ્વારા નશાનો કાળો કારોબાર કરતા ઇસમને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરીની સાંકળને મૂળમાંથી તોડી પાડવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ એક અત્યંત મહત્વની અને ખાસ ડ્રાઇવ એટલે કે વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્શન પ્લાનમાં એસ.ઓ.જી.નો કાફલો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એસ.ઓ.જી.ની ટીમને સંયુક્ત રીતે એક અત્યંત મહત્વની ગુપ્ત બાતમી મળી હતી કે, શહેરના કડીયાવાડ વિસ્તારમાં આવેલી ચામુંડા શેરીમાં રહેતો વિજય ઉર્ફે ભુરો પરસોતમભાઈ ચુડાસમા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત કેફી પદાર્થનો મોટો જથ્થો છુપાવીને રાખે છે અને ત્યાંથી જ તેનું છૂટક વેચાણ કરીને યુવાધનને બરબાદ કરી રહ્યો છે. ​આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે કડીયાવાડના ચામુંડા ચોક પાસે આવેલી ચામુંડા શેરીમાં વિજય ઉર્ફે ભુરાના મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. ઘરના રૂમમાં તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ત્યાંથી વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 1.862 કિલોગ્રામ વજનનો ગાંજો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 93,100 આંકવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ વજન કાંટો, રોકડ રકમ તેમજ એક મોંઘોદાટ મોબાઇલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો હતો. આ તમામ કિંમતી ચીજવસ્તુઓ મળીને પોલીસે કુલ રૂપિયા 1,45,550 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશાના સોદાગર વિરુદ્ધ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે અને આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તેની આગળની તપાસ શરૂ કરાઈ છે. ​પકડાયેલો 38 વર્ષીય આરોપી વિજય ઉર્ફે ભુરો પરસોતમભાઈ ચુડાસમા અગાઉ પણ ખૂનની કોશિશ, લૂંટ, ચોરી, પ્રોહિબિશન અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. એટલું જ નહીં, આ શખ્સ ભાવનગરના ગંગાજળીયા પોલીસ સ્ટેશનના તેમજ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશનના ગંભીર કેસોમાં લાંબા સમયથી પોલીસને થાપ આપીને ફરાર ફરી રહ્યો હતો, જેને આખરે જૂનાગઢ પોલીસે દબોચી લીધો છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં આશા વર્કર બહેનોનો હલ્લાબોલ:પડતર માંગણીઓ માટે જિલ્લા સેવા સદન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું
    Next Article
    નાની રફૂદડ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:જિલ્લા પંચાયત સદસ્ય વર્ષાબહેન માકડીયા ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment