Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિર પાર્કિંગમાં દીપડાનું બચ્ચું ટેન્કમાં પડ્યું:વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કરી એનિમલ કેર સેન્ટર ખસેડ્યું; દીપડાના વસવાટથી યાત્રિકોની ચિંતા વધી

    2 days ago

    વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના પાર્કિંગ વિસ્તાર નજીક આવેલી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ભૂગર્ભ ટેન્કમાં ગુરુવારે એક દીપડાનું બચ્ચું ખાબક્યું હતું. વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કલાકોની જહેમત બાદ બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું. વન્ય પ્રાણીના અવાજો સંભળાતા કર્મચારીઓએ તપાસ કરી પ્રાપ્ત માહિતી અનુસાર, STP પ્લાન્ટના ટેન્કમાંથી વન્ય પ્રાણીના અવાજો સંભળાતા સ્થાનિક કર્મચારીઓએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટેન્કમાં દીપડાનું બચ્ચું પડ્યું હોવાનું માલુમ પડતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બચ્ચાને કોઈ ઈજા ન થાય તે રીતે બહાર કાઢવામાં આવ્યું વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું હતું. બચ્ચાને કોઈ ઈજા ન થાય તે રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. પ્રાથમિક નિરીક્ષણ બાદ તેને વધુ સારવાર અને દેખરેખ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે. પાર્કિંગ નજીકના ઝાડી-ઝાંખરામાં બે બચ્ચા સાથે દીપડીનો વસવાટ આ ઘટનાએ પાર્કિંગ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોના મતે, પાર્કિંગ નજીકના ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાં એક દીપડી અને તેના બે બચ્ચા છેલ્લા કેટલાક સમયથી વસવાટ કરી રહ્યા છે. આ ઘન ઝાડી-ઝાંખરા વન્ય પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ઝાડી-ઝાંખરાની સફાઈ કરવા માગ સોમનાથ મંદિર ખાતે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. પાર્કિંગ વિસ્તાર નજીક દીપડાના વસવાટની માહિતી સામે આવતા યાત્રિકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. સ્થાનિકોએ વન્ય પ્રાણીઓના વસવાટને રોકવા માટે ઝાડી-ઝાંખરાની સફાઈ કરવા પગલાં ભરવાની માગ કરી છે. જોખમી ઝાડી-ઝાંખરા દૂર કરવા વન વિભાગને જાણ કરવામાં આવશે આ મુદ્દે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જોખમી ઝાડી-ઝાંખરા દૂર કરવા માટે વન વિભાગને લેખિત જાણ કરવામાં આવશે અને આ કામગીરી સત્વરે થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ------ આ પણ વાંચો મધરાતે દીપડાનો માસૂમ પર હુમલો, આંગણમાં સૂતેલા પરિવારની ચિચિયારીઓ ગૂંજી 4 દિવસ પહેલાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હુડકો વિસ્તારમાં મોડી રાત્રે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં ઘરના આંગણામાં પરિવાર સાથે સૂતેલા 10 વર્ષના માસૂમ બાળક પર દીપડાએ ઘાતકી હુમલો કર્યો હતો. દીપડાએ બાળકના માથાના ભાગને જડબામાં પકડી લેતા ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. જોકે, પરિવાર અને આસપાસના લોકોની ત્વરિત સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી, પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. પરિવાર નિદ્રાધીન હતો ને દીપડો ત્રાટક્યો હુડકો વિસ્તારમાં રહેતા વિકુભાઈ વાઘેલાનો 10 વર્ષનો પુત્ર કુમાર મોડી રાત્રે આશરે 1:00 વાગ્યે પોતાના પરિવાર સાથે ઘરના ફળિયામાં સૂતો હતો. આ શાંત વાતાવરણ વચ્ચે અચાનક એક દીપડો શિકારની શોધમાં ત્યાં આવી ચડ્યો હતો. અંધારાનો લાભ લઈને દીપડાએ સીધો જ ખાટલામાં સૂતેલા કુમારના માથા પર હુમલો કરી દીધો અને તેને દબોચી લીધો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… 4 લોકો પર હુમલો કરનાર દીપડો પકડાયો, ડ્રોનથી લોકેશન ટ્રેસ કરી 30 કલાક બાદ પાંજરે પૂર્યો 11 દિવસ પહેલા ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડાને વન વિભાગે 30 કલાકની ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો હતો. આ હિંસક દીપડાએ બે ખેડૂત, એક અન્ય ગ્રામજન અને એક વનકર્મી પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા. દીપડાને પકડવાના ડ્રોન વીડિયો સામે આવ્યા હતા. (સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લીક કરો)
    Click here to Read More
    Previous Article
    મોરબીના જેતપુરમાં રક્તદાનથી 5,551 બોટલ રક્ત એકત્ર:રક્તદાતાઓના ઉત્સાહથી બ્લડ બેગ અને મેડિકલ સામગ્રી ખૂટી પડી
    Next Article
    હળવદમાં બુલેટ અડફેટે વિદ્યાર્થિનીનું મોત:મહિલાઓનો વિરોધ, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે ચક્કાજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment