Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં બુલેટ અડફેટે વિદ્યાર્થિનીનું મોત:મહિલાઓનો વિરોધ, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે ચક્કાજામ

    2 days ago

    હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે બુલેટ ચાલકની અડફેટે 11 વર્ષીય વિદ્યાર્થિનીનું કરૂણ મોત નીપજ્યા બાદ ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં આજે ગામની મહિલાઓએ દેવળિયાથી ચરાડવા જતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને રોડ વચ્ચે બેસી જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. વિરોધ કરી રહેલી મહિલાઓએ અકસ્માત સર્જનાર યુવક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મહિલાઓના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર યુવક છેલ્લા બે-ત્રણ દિવસથી શાળાએ જતી દીકરીઓને હેરાન કરતો હતો. તેઓએ આક્ષેપ કર્યો હતો કે યુવક બાઇક ચલાવીને ઈશારા કરીને દીકરીઓને પરેશાન કરતો હતો. મહિલાઓએ દીકરીઓની સુરક્ષા માટે જવાબદાર તંત્ર દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શાળાએથી ઘરે પરત ફરી રહેલી ચાર વિદ્યાર્થિનીઓને બુલેટ પર સવાર ત્રણ યુવકોએ અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષીય રોશની મનીષભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અંકિતા દિનેશભાઈ ઠાકોર (ઉ.વ. 12), રીના મહેશભાઈ ઠાકોર (ઉ.વ. 11) અને જાનવી સુરેશભાઈ ઠાકોર (ઉ.વ. 12) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હળવદ અને જેતપરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ગ્રામજનોએ જવાબદારો સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિર પાર્કિંગમાં દીપડાનું બચ્ચું ટેન્કમાં પડ્યું:વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કરી એનિમલ કેર સેન્ટર ખસેડ્યું; દીપડાના વસવાટથી યાત્રિકોની ચિંતા વધી
    Next Article
    Centre's Rs 99,446-Crore Plan Fuels Job Boom: 1.4 Crore Join Formal Economy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment