Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપુરમાં રક્તદાનથી 5,551 બોટલ રક્ત એકત્ર:રક્તદાતાઓના ઉત્સાહથી બ્લડ બેગ અને મેડિકલ સામગ્રી ખૂટી પડી

    2 दिन पहले

    મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે એક અનોખા રક્તદાન કેમ્પે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ કેમ્પમાં બુધવાર સુધીમાં કુલ 5,551 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. રક્તદાન કેમ્પમાં દિવસ અને રાત દરમિયાન રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. લોકોની મોટી સંખ્યાને કારણે બ્લડ બેંક પાસે બ્લડ બેગ, સોય સહિતની જરૂરી મેડિકલ સામગ્રી ખૂટી પડી હતી. આના પરિણામે ઘણા રક્તદાતાઓને રક્તદાન કર્યા વિના જ પાછા ફરવું પડ્યું હતું. કેમ્પ સ્થળે રક્તદાન માટે લાંબી કતારો જોવા મળી હતી. મેડિકલ સામગ્રીના અભાવે થયેલી અગવડતા બદલ જેતપર ગામના આગેવાનો અને ગ્રામજનોએ રક્તદાતાઓની માફી માંગી હતી. આયોજકોના મતે, હજુ પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓના નામ વેઇટિંગ લિસ્ટમાં છે. રક્તદાન પ્રત્યે લોકોના ભારે ઉત્સાહને જોતા, ગુરુવારે પણ રક્તદાન કેમ્પ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે રક્તદાતાઓ બુધવારે મેડિકલ સામગ્રીના અભાવે રક્તદાન કરી શક્યા નહોતા, તેઓ ગુરુવારે કેમ્પમાં જોડાઈને રક્તદાન કરી શકશે. ખેડૂત આંદોલન વચ્ચે યોજાયેલા આ રક્તદાન કેમ્પે માનવસેવાનો અનોખો સંદેશ આપ્યો છે અને રાજ્યભરમાં ચર્ચા જગાવી છે.
    Click here to Read More
    Previous Article
    વડ પાંચસરાની આર. એલ. ચંદરિયા શાળામાં પ્રવેશોત્સવ:ધારાસભ્ય હેમંત ખાવા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
    Next Article
    સોમનાથ મંદિર પાર્કિંગમાં દીપડાનું બચ્ચું ટેન્કમાં પડ્યું:વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કરી એનિમલ કેર સેન્ટર ખસેડ્યું; દીપડાના વસવાટથી યાત્રિકોની ચિંતા વધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment