Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘દીકરીને હસતી-રમતી સ્કૂલે મોકલી હતી, સંચાલકોએ મને મૃતદેહ સોંપ્યો’:એક પિતાનો વસવસો, જસદણની આલ્ફા સ્કૂલમાં વિદ્યાર્થિનીના મોત મામલે આંદોલનની ચીમકી

    11 hours ago

    રાજકોટ જિલ્લાના જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની હોસ્ટેલમાં રહી ધોરણ 5માં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિની આયુષી બલદાણીયાના મોતને લઇ શાળા સંચાલકોની બેદરકારી અંગેના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસથી બીમાર હોવા છતાં શાળા સંચાલકોએ પરિવારને જાણ પણ ન કરી અને સારવાર પણ ન કરાવતા તેનું મોત થતા એજ્યુકેટેડ શાળા સંચાલકોની જ બેદરકારીથી મોત થયું હોવાથી સંચાલકો સામે કડક કાર્યવાહી સાથે ન્યાયની માંગ કરી છે. જો ન્યાય ન મળે તો પરિવારે સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. મૃતક દીકરીના પિતા રમેશભાઈ બલદાણીયાએ વસવસા સાથે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, બે મહિના પહેલા મારી હસ્તી-રમતી દીકરીને સારું શિક્ષણ મળે તે માટે મોકલી હતી, પરંતુ આ બેદરકાર સંચાલકોએ મને મારી દીકરીનો મૃતદેહ સોંપ્યો છે. એમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. ‘મને સ્કૂલેથી દીકરીને હોસ્પિટલ લઈ જવાનો ફોન આવ્યો હતો’ વધુમાં રમેશભાઈએ કહ્યું કે, અમે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામના રહેવાસી છીએ. મારી દીકરીનું નામ આયુષી છે અને તેની ઉંમર 9 વર્ષ અને 11 મહિના છે. 27 એપ્રિલ, 2026ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલી આલ્ફા નવોદયા સૈનિક સ્કૂલમાં અભ્યાસ અર્થે મોકલી હતી. આયુષી ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. ગઈકાલે (24 જૂન) સ્કૂલેથી મને ફોન આવ્યો હતો કે, તમારી દીકરીને પગ દુખે છે, માટે સારવાર અર્થે અમે તેને રાજકોટ હોસ્પિટલ લઇ જઇ રહ્યા છીએ, તમે રાજકોટ આવો. મેં તેમને પૂછ્યુ કે, એની તબિયત ખરાબ હતી? તો સ્કૂલ સંચાલકોએ કહ્યું કે, હા 10 દિવસથી એની તબિયત ખરાબ હતી. જેથી મેં કહ્યું કે, આજે 10 દિવસ પછી તમે કેમ જાણ કરો છો? અગાઉ કેમ ન કીધું? અને મેં તેમને સારી હોસ્પિટલ લઇ જવાનું કહી હું પોતે રાજકોટ આવવા નીકળી ગયો હતો. ‘હું રાજકોટ પહોંચ્યો ત્યારે મને દીકરીનો મૃતદેહ જ મળ્યો’ થોડીવાર પછી મને ફોન આવ્યો કે, અમે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા, પરંતુ તેઓ સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે કહે છે. જેથી મેં મારા સંબંધીને સિવિલ હોસ્પિટલ મોકલ્યા, ત્યારે મારી દીકરીનો મૃતદેહ ત્યાં પડેલો હતો. હું રાજકોટ પહોંચ્યો ત્યારે મને મારી દીકરીનો મૃતદેહ જ જોવા મળ્યો. શાળા સંચાલકોની જ બેદરકારી છે. મેં મારી હસ્તી-રમતી દીકરીને અભ્યાસ અર્થે મોકલી હતું, પરંતુ આ શાળા સંચાલકોએ મને મારી દીકરીનો મૃતદેહ સોંપ્યો છે. સંચાલકો તો એજ્યુકેટેડ લોકો છે, 10 દિવસથી બીમાર હતી તો યોગ્ય સારવાર કેમ ન કરાવી અને અમને પણ જાણ કેમ ન કરી, તે મને સમજાતું મથી. ‘બે મહિનામાં દીકરી સાથે મારી માત્ર એક જ વાર વાત થઈ’ મારી દીકરી આયુષી ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. દીકરીનું ભણતર સારું થાય, ખુબ આગળ વધે એના માટે મેં તેને આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં અભ્યાસ અર્થે મોકલી હતી. અગાઉ ધોરણ 4 સુધી તેને મહુવા તાલુકાની શાળામાં અભ્યાસ મેળવ્યો હતો. દીકરી બીમાર હોવાનું જાણવા છતાં શાળા સંચાલકો અજાણ કેમ બન્યા અને અમને જાણ કેમ ન કરી? એ પ્રશ્ન મને હજુ પણ સતાવી રહ્યો છે. શાળામાં અભ્યાસ અર્થે મોકલ્યા પછી માત્ર એક જ વખત મારી દીકરી સાથે મારી વાત થઇ હતી, તેઓ ફોનમાં વાત પણ કરાવતા ન હતા. ‘મને ન્યાય નહીં મળે તો સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલન કરીશું’ મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. હું પોતે પ્રાઇવેટ નોકરી કરું છું. મારા મિત્રોના બાળકો અહીંયા અભ્યાસ કરતા હતા, એટલે મેં પણ મારી દીકરીને અહીંયા મોકલી હતી. આમાં શાળાની ચોક્કસ બેદરકારી છે. દીકરી બીમાર હતી તેની જાણ ન કરી અને 10 દિવસ સુધી સારવાર પણ ન કરાવી. માટે મારી માગ એ છે કે, શાળા સંચાલકોની બેદરકારી છે તો તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે, જેથી કરીને આવનારા દિવસો કોઈપણ શાળામાં, કોઈના દીકરો કે દીકરી બીમારીના કારણે કે અન્ય કોઈ કારણે મૃત્યુ ન પામે. આમાં મને ન્યાય નહીં મળે તો સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલન પણ કરીશું. અમારી બેદરકારી થઈ છે તે સ્વીકારીએ છીએઃ હોસ્ટેલ સંચાલક ગઈકાલે મીડિયા સમક્ષ આલ્ફા હોસ્ટેલના સંચાલક હિરેન શંખારવાએ જણાવ્યું કે, બપોરે 1 વાગ્યે દીકરીએ કહ્યું કે પગમાં ખાલી ચડી ગઈ છે. જે બાદ ઊભી થવાનું કહ્યું તો હલન-ચલન નહોતી કરતી, જેથી અમને એવું હતું કે આંચકી ઉપડી છે. જે બાદ અમે તુરંત જ હોસ્પિટલમાં તેને લઈ ગયા અને ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે, ઓક્સિજનનો પ્રોબ્લેમ છે અને બીપી લો થાય છે, જેથી રાજકોટ લઈ જવી પડશે. જે બાદ અમે પહેલા અમૃતા અને ત્યારબાદ સિનર્જી હોસ્પિટલ ગયા તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં લઇ જાવ અને રાજકોટમાં તબીબ દ્વારા દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી. અગાઉ દીકરીને અછબડા થયા હતા, ત્યારે તેની જાણ પરિવારને કરવામાં આવી ન હતી. આ વખતે દવા તો આપી જ હતી, તે વખતે બેદરકારી થઈ હતી, તેઓ સ્વીકારું છું.
    Click here to Read More
    Previous Article
    તાપીના ડોલવણના ઘાણી ગામે દીપડી પાંજરે પુરાઈ:સીમ વિસ્તારોમાં હજુ પણ અન્ય દીપડાઓ સક્રિય; ગ્રામજનોમાં દહેશત યથાવત
    Next Article
    26-27 જૂને શહેરમાં 28 તાજીયાનું જુલૂસ નીકળશે:સુરેન્દ્રનગરમાં મોહર્રમના તહેવારને લઈને તાજિયાના રૂટ પર પ્રતિબંધ, તંત્રે દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment