Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના ડોલવણના ઘાણી ગામે દીપડી પાંજરે પુરાઈ:સીમ વિસ્તારોમાં હજુ પણ અન્ય દીપડાઓ સક્રિય; ગ્રામજનોમાં દહેશત યથાવત

    9 hours ago

    તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આખરે એક દીપડી ઝડપાઈ ગઈ છે. મારણની લાલચે ફસાયેલી આ અંદાજે બે વર્ષની દીપડીને વહેલી સવારે પાંજરામાં કેદ કરવામાં આવી હતી. ઘાણી ગામના દેગાડ ફળિયા નજીક આવેલા એક ખેતરમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર જોવા મળી રહી હતી. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગે આ વિસ્તારમાં પાંજરું ગોઠવી તેમાં મારણ મૂક્યું હતું. દીપડી પાંજરે પુરાયાના સમાચાર મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગે દીપડીનો સુરક્ષિત કબજો મેળવી, તેને મેડિકલ ચેકઅપ બાદ ઊંડાણપૂર્વકના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. એક દીપડી પકડાતા વન વિભાગે રાહત અનુભવી છે, પરંતુ સ્થાનિક લોકોની ચિંતા હજુ ઓછી થઈ નથી. ઘાણી ગામ અને તેની આસપાસના સીમ વિસ્તારોમાં હજુ પણ અન્ય દીપડાઓ સક્રિય હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રામજનોએ વન વિભાગને વિસ્તારમાં વધુ પાંજરા ગોઠવવા વિનંતી કરી છે જેથી ખેડૂતો અને પશુપાલકો નિર્ભય બનીને પોતાનું કામ કરી શકે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 800 પોઈન્ટની તેજી, 77,750 પર ટ્રેડ થઈ રહ્યો છે:નિફ્ટી 220 પોઈન્ટ વધીને 24,250 પર પહોંચ્યો; ઓટો અને રિયલ્ટી શેરોમાં ખરીદી
    Next Article
    ‘દીકરીને હસતી-રમતી સ્કૂલે મોકલી હતી, સંચાલકોએ મને મૃતદેહ સોંપ્યો’:એક પિતાનો વસવસો, જસદણની આલ્ફા સ્કૂલમાં વિદ્યાર્થિનીના મોત મામલે આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment