Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર વનવિભાગે ગ્રામજનોને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું:મોખણા ગામમાં બે દિવસ પહેલા દીપડો દેખાયો હતો; વિભાગ એલર્ટ

    3 days ago

    જામનગર તાલુકાના મોખણા ગામના સીમ વિસ્તારમાં બે દિવસ પહેલાં રાત્રિના સમયે દીપડો દેખાયો હતો. આ ઘટના બાદ વન વિભાગ સતર્ક બન્યું છે. દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેને સુરક્ષિત રીતે પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની ટીમ છેલ્લા બે દિવસથી મોખણા ગામ અને આસપાસના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. દીપડાની અવરજવર પર નજર રાખવા માટે સંવેદનશીલ સ્થળોએ પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન, 24 જૂનના રોજ રાત્રિના સમયે મોખણા ગામમાં વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓએ ગ્રામજનોને દીપડાથી બચવા માટે જરૂરી સાવચેતીના પગલાં અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, નાના બાળકો પર વિશેષ ધ્યાન રાખવા અને પશુધનને સુરક્ષિત વાડામાં રાખવા અપીલ કરી હતી. અંધારામાં ખેતરો અને સીમ વિસ્તારમાં અવરજવર ટાળવાની પણ સૂચના અપાઈ હતી. દીપડો દેખાય કે તેની હિલચાલ અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા જણાવાયું હતું. અધિકારીઓએ ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ફેલાવવાને બદલે સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો. વન વિભાગ દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે સતત કાર્યરત છે અને હાલ સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બે નાસતા ફરતા આરોપી ઝડપાયા:હિંમતનગર ગ્રામ્ય અને પોશીના પોલીસની સંયુક્ત કાર્યવાહી; વધુ તપાસ શરૂ
    Next Article
    ₹49.74 લાખની ક્રિપ્ટો ઠગાઈમાં યુવક ઝડપાયો:કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપનારની ભરુચ ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનના ઝાલોરથી ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment