Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે નાસતા ફરતા આરોપી ઝડપાયા:હિંમતનગર ગ્રામ્ય અને પોશીના પોલીસની સંયુક્ત કાર્યવાહી; વધુ તપાસ શરૂ

    4 दिन पहले

    સાબરકાંઠા જિલ્લામાં પોશીના અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે અલગ-અલગ સ્થળોએથી બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કપિલકુમાર અને કુલદીપકુમારને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરટીઓ સર્કલ પાસેથી જીવાલાલ અમૃતલાલજી ખરાડી (ઉંમર 30, રહે. ફલા સુખાપાડા, ઉખેડી ગામ, તહેસીલ નયાગાવ થાના પાટીયા, જી. ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. જીવાલાલ વર્ષ 2024ના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. બીજી તરફ, પોશીના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પેટ્રોલિંગમાં હતો. દીપકકુમારને મળેલી બાતમીના આધારે, પોલીસે કાળુભાઈ દિતાભાઈ બુંબડીયા (ઉંમર 18, રહે. આંજણી, તા. પોશીના, જી. સાબરકાંઠા)ને પોશીનાથી હડાદ તરફ જતા રસ્તા પરથી ઝડપી લીધો હતો. કાળુભાઈ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. પોશીના પોલીસે તેને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના યુવકની બેટ-બોલ સાથે કેમ અંતિમયાત્રા નીકળી?:100 મિત્રોએ કાયમી ક્રિકેટ રમવાનું છોડી દીધું, અંતિમવિધિમાં 100 બેટ હોમી દીધા, ક્રિકેટ ફેનની અધૂરી ઇનિંગની કહાની
    Next Article
    જામનગર વનવિભાગે ગ્રામજનોને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું:મોખણા ગામમાં બે દિવસ પહેલા દીપડો દેખાયો હતો; વિભાગ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment