Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના યુવકની બેટ-બોલ સાથે કેમ અંતિમયાત્રા નીકળી?:100 મિત્રોએ કાયમી ક્રિકેટ રમવાનું છોડી દીધું, અંતિમવિધિમાં 100 બેટ હોમી દીધા, ક્રિકેટ ફેનની અધૂરી ઇનિંગની કહાની

    4 days ago

    ક્રિકેટ આ દેશ માટે ધર્મ સમાન છે અને ફેન્સ આ ગેમ પાછળ દાયકાઓથી ક્રેઝી છે. તમે સચિન તેંડુલકર કે ધોનીના કેટલાય ડાયહાર્ડ ફેન્સ જોયા હશે. પરંતુ અમદાવાદનો એક યુવક ગજબનો ક્રિકેટ ફેન હતો. તે ક્રિકેટને જીવતો હતો એમ કહી શકાય. દિવસ-રાત બસ તેના પર ક્રિકેટનું જ ભૂત સવાર રહેતું હતું. તેના શ્વાસે શ્વાસમાં ક્રિકેટ હતું. જો કે આ યુવાનની જિંદગીનો દુઃખદ અંત આવ્યો છે. ગત 19 મેના રોજ શહેરના અમદૂપુરામાં ગળાફાંસો જિંદગી ટૂંકાવી લીધી હતી. ત્યાર બાદ નીકળેલી તેની અંતિમયાત્રા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. સૌ કોઈ તેની આ અંતિમયાત્રાની જ ચર્ચા કરી રહ્યા હતા. સ્પિનિંગ મિલની ચાલીમાં રહેતા રોહિત નામના યુવકનું મોત થતા તેની અંતિમયાત્રાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ અંતિમયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. તેમજ અંતિમવિધિમાં 100 જેટલા મિત્રોએ 100 બેટ હોમી દઈને મિત્રોએ ક્યારેય ક્રિકેટ ન રમવાનો પણ નિર્ણય કર્યો છે. તેની આ અંતિમયાત્રા જોઈને લાગી રહ્યું હતું કે, તે આસપાસ રહેતા લોકોમાં પણ ખૂબ જ ફેમસ હશે. સગા સંબંધીઓ અને મિત્રોમાં પોપ્યુલર એવા રોહિતની અંતિમયાત્રા ઢોલ વગાડતા વગાડતા બેટ અને બોલ સાથે કાઢવામાં આવી હતી. આ દરમિયાન ઘણા મિત્રોએ અર્થી પર ઉતારીને ઢોલીને પણ ખૂબ પૈસા આપ્યા હતા. સમગ્ર માહોલ ગમગમીન થઈ ગયો હતો અને સૌ કોઈની આંખોમાં આંસુ હતા, ભારે હ્રદયે એક જ સવાલ થઈ રહ્યો હતો કે, રોહિતને એવું તો શું દુઃખ આવી પડ્યું કે, ભરયુવાનીમાં જ જીવનલીલા સંકેલી લેવી પડી?, કેમ જિંદગીની અધૂરી ઇનિંગ છોડીને અનંતયાત્રાએ નીકળવું પડ્યું?. ક્રિકેટ માટે ફના થઈ જવા તૈયાર એવા રોહિત પટણીની જિંદગીનો આ રીતે અંત આવશે તેની કોઈએ સપનામાં પણ કલ્પના કરી નહોતી. જો કે આ છોકરો કોણ છે અને કેવી રીતે આત્મહત્યા કરી તે અંગે જાણવા દિવ્ય ભાસ્કરે તેમના ઘરે પહોંચ્યું હતું. જ્યાં તેના માતા, ભાઈ-ભાભી અને મિત્રો સાથે વાતચીત કરી હતી.઼ પરિવારમાં કોણ કોણ છે? રોહિતના પરિવારમાં માતા-પિતા અને કુલ પાંચ ભાઈ છે. જેમાં રોહિત સૌથી નાનો ભાઈ હતો. 25 વર્ષીય રોહિત એક પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તે ડિપ્રેશનમાં હોય તેવું લાગી આવ્યું હતું. 17 જૂનના રોજ તેણે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. જે સમયે આત્મહત્યા કરી તે વખતે તેના ઘરમાં કોઈ હાજર નહોતું. રોહિતના મિત્ર વિકી પટણીએ જણાવ્યું હતું કે, રોહિત મેચમાં ખૂબ જ હોશિયાર હતો. તેને ક્રિકેટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને ખાસ બોલિંગમાં તો તેનો જવાબ નહોતો. અમે બધા મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા પણ જતા. ‘છેલ્લી 2 થી 3 ઓવરમાં એવી બોલિંગ કરી કે મેચ પલટી ગઈ’ એક કિસ્સો યાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે, એક વાર અમે લોકો મેચ રમવા ગયા હતા. જ્યાં અમારું સિલેક્શન સેમિ ફાઈનલમાં થઈ ગયું હતું. એ મેચમાં અમે લોકો હારવાની અણી પર હતા અને રોહિતે છેલ્લી 2 થી 3 ઓવરમાં એવી બોલિંગ કરી કે મેચ અમારી ફેવરમાં આવી ગઈ હતી. અમે લોકો એ મેચ જીતી ગયા હતા. જ્યારે અમે લોકો નોકરી નહોતા કરતા ત્યારે અમે લોકો વહેલી સવારથી સાંજ સુધી મેચ રમ્યા રાખતા હતા. રોહિતના ભાઈ અજય પટણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોહિત ક્રિકેટનો ખૂબ જ ચાહક હતો. 17 જૂને મારા મમ્મી-પપ્પા મંદિરે ગયા હતા અને હું નોકરી પર હતો. ઘરે ફક્ત રોહિત અને મારી વાઈફ એટલે કે રોહિતની ભાભી બે જણા જ હતા. અમારું એક બીજું ઘર છે. જ્યાં રોહિત આરામ કરવા માટે જતો હોય છે. ‘દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ખુલ્યો ન હતો’ જ્યારે રોહિત વહેલી સવારે નોકરીએ ગયો અને 11 વાગ્યાની આસપાસ ઘરે આવી ગયો ત્યારે તે આરામ કરવા માટે બીજા ઘરે ગયો હતો. એ સમયે તેના ભાભી આરતીબેન જમવા માટે બોલાવવા માટે ગયા ત્યારે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ખુલ્યો ન હતો. તેઓએ ધક્કા મારીને દરવાજો ખોલ્યો અને ત્યારે રોહિતને દોરડું બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ‘પાડોશમાં રહેતી કોઈ છોકરી સાથે સંબંધ હતા’ રોહિતને પાડોશમાં રહેતી કોઈ છોકરી સાથે સંબંધ હતા. એ છોકરીના લગભગ બે મહિના પહેલા જ લગ્ન થઈ ગયેલા. ત્યારબાદ એ છોકરીના પતિને રોહિતના સંબંધ વિશે જાણ થતા તેણે પોતાના સગા સંબંધીઓ દ્વારા રોહિતને અવારનવાર ધમકીઓ અપાવી હતી. રોહિત પર વારંવાર ધમકી માટે ફોન આવતા હતા. રોહિતના ભાઈએ આગળ કહ્યું કે, અમને તો ખબર જ ન હતી કે તેણે સુસાઇડ કેમ કર્યું. એના મર્યા પછી તેના મિત્રો દ્વારા અમને ધીમે ધીમે બધી ખબર પડી કે તેના કોઈ છોકરી સાથે સંબંધ હતા અને કેટલાક લોકો ધમકી પણ આપતા હતા. ચંદનનગરમાંથી કોઈ વિકી નામનો યુવક તેને વારંવાર ધમકી આપતો હતો. મારાભાઈએ ધમકીનું રેકોર્ડિંગ કર્યું છે. તેના ફોટો અને વીડિયો પણ મળ્યા છે. નવા નવા કપડાં પહેરવાનો પણ ખૂબ શોખ હતો: માતા રોહિતના માતા ચંપાબેને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો દીકરો ખૂબ જ ભોળો હતો અને ક્રિકેટનો ખૂબ જ શોખીન હતો. તેને નવા નવા કપડાં પહેરવાનો પણ ખૂબ શોખ હતો તે કોઈ સાથે મગજમારી કરતો ન હતો. અમારા આખા પરિવારનો ખૂબ જ લાડકવાયો હતો. રોહિતે જ્યારે સુસાઇડ કર્યું ત્યારે અમે લોકો મંદિર ગયા હતા અને અમારા મોટા દીકરાની વહુ દ્વારા અમને જાણવા મળ્યું કે રોહિતે આવું પગલું ભર્યું છે. મારા દીકરાને ધાકધમકી આપીને મારી નાખવામાં આવ્યો છે: માતા તેઓ રડતા રડતા જણાવે છે કે મારા દીકરાને ધાકધમકી આપીને મારી નાખવામાં આવ્યો છે. રોહિત ને જમવામાં ઘરનું જ શાક-રોટલી જ ખાતો હતો. તેને સૌથી વધુ બટાકાનું શાક ભાવતું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તે ચુપચાપ રહેતો હતો. અમે લોકો ક્યારેય એને કશું બોલ્યા પણ ન હતા. ખૂબ જ લાડકવાયો હતો. ‘મિત્રોએ બેટ-બોલ સાથે અંતિમયાત્રામાં જોડાવાનું નક્કી કર્યું હતું’ રોહિત ક્રિકેટનો ખૂબ જ રસિક હતો તેના મિત્રો દ્વારા પણ જાણવા મળ્યું હતું કે રોહિત સારો બોલર હતો. તેથી તેના મિત્રો દ્વારા જ આ નક્કી કરવામાં આવ્યું હતું કે, તેની અંતિમયાત્રામાં બધા લોકો બેટ અને બોલ સાથે જોડાશે. ધમકીને પગલે આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે પરિવારજનો કહી રહ્યા છે કે, શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અવારનવાર એફઆઇઆર નોંધાવવા માટે ધક્કા ખાધા છે. પોલીસને રોહિતનો ફોન સોંપી દેવામાં આવ્યો છે અને રોહિતને ધાક ધમકી આપનાર સામે કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    You have 19 seconds to find 3 differences in this sleeping old man puzzle
    Next Article
    બે નાસતા ફરતા આરોપી ઝડપાયા:હિંમતનગર ગ્રામ્ય અને પોશીના પોલીસની સંયુક્ત કાર્યવાહી; વધુ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment