Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹49.74 લાખની ક્રિપ્ટો ઠગાઈમાં યુવક ઝડપાયો:કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપનારની ભરુચ ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનના ઝાલોરથી ધરપકડ કરી

    3 days ago

    સાયબર ગુનાઓમાં હવે માત્ર ઠગ જ નહીં, પરંતુ કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ગેંગને ભાડા પર આપનારા લોકો પણ કાયદાના સકંજામાં આવી રહ્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમે ₹49.74 લાખની વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગ છેતરપિંડીના કેસમાં રાજસ્થાનના જાલોરથી એક આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી લાધુરામ ઉર્ફે લલિત માલીએ કમિશન મેળવવાના ઇરાદે પોતાના નામે વિવિધ બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ઠગોને ઉપયોગ માટે આપ્યા હતા. આ એકાઉન્ટ્સમાં દેશભરમાં થયેલી ઓનલાઈન છેતરપિંડીની રકમ જમા થતી હતી. ત્યારબાદ આ રકમને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને નાણાકીય ટ્રેઇલ છુપાવવાનો પ્રયાસ કરાતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ભરૂચના એક વ્યક્તિને ટેલિગ્રામ દ્વારા પહેલા ઓનલાઈન ટાસ્ક અને કમિશનની લાલચ અપાઈ હતી. ત્યારબાદ વર્ચ્યુઅલ કરન્સી ટ્રેડિંગમાં વધુ નફો અપાવવાના બહાને એક નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલાવી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹49.89 લાખ જમા કરાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે થોડી રકમ પરત કરાઈ હતી, પરંતુ બાદમાં કુલ ₹49.74 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ નિષ્ણાતોના મતે, આવા કેસોમાં ઠગ સીધા પોતાના ખાતાનો ઉપયોગ કરતા નથી. તેઓ કમિશનની ઓફર આપીને અન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે લે છે અથવા તેનો ઉપયોગ કરે છે. આવા 'મ્યુલ એકાઉન્ટ' સાયબર ગુનાઓની સૌથી મહત્વપૂર્ણ કડી બની ગયા છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની આ કાર્યવાહી એક મહત્વનો સંદેશ આપે છે કે પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક અથવા નેટ બેંકિંગની વિગતો કોઈ અજાણી વ્યક્તિને આપવી એ માત્ર બેદરકારી જ નહીં, પરંતુ ગંભીર કાનૂની ગુનામાં સંડોવણી પણ સાબિત થઈ શકે છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ટેલિગ્રામ, વોટ્સએપ અથવા સોશિયલ મીડિયા દ્વારા મળતી ઊંચા નફાની ઓફરો, ક્રિપ્ટો ટ્રેડિંગ સ્કીમો અને કમિશન આધારિત કામની લાલચથી સાવચેત રહેવું.
    Click here to Read More
    Previous Article
    જામનગર વનવિભાગે ગ્રામજનોને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું:મોખણા ગામમાં બે દિવસ પહેલા દીપડો દેખાયો હતો; વિભાગ એલર્ટ
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 500 Points Higher As Oil Slips To Pre-Iran War Levels

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment