Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જાયો:હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં રાતીયા ગામના યુવાનનું મોત

    5 days ago

    પોરબંદર તાલુકાના રાતિયા ગામના એક યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બનાવ અંગે બાઇક ચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના રાતિયા ગામની વાડી વિસ્તારમાં રહેતા ભાવેશ લાખાભાઈ મોકરીયા નામનો યુવાન પોતાના ઘરેથી GJ-10-BK-7055 નંબરનું બાઇક લઈને પોરબંદર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન હાઈવે રોડ ઉપર બે રોડ નજીક પહોંચતા બળેજ ગામ તરફથી આવી રહેલી GJ-25-F-7521 નંબરની બાઈકના ચાલકે પોતાની બાઇક પૂરઝડપે, બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવી ભાવેશની બાઈકને પાછળથી જોરદાર ઠોકર મારતાં ભાવેશને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોચતા ભાવેશનું મોત નીપજ્યું હતું. આ બનાવ અને મૃતકના પિતા લાખાભાઇ રાણાભાઇ મોકરીયા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસ બાઇક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી માધવપુર પોલીસ ચલાવી રહી છે. માર્ગ અકસ્માતોમાં પાછળથી ઠોકર મારવાના બનાવો વધી રહ્યા છે રસ્તા અકસ્માતોના અનેક બનાવોમાં પાછળથી વાહન અથડાવાની ઘટના મુખ્ય કારણ તરીકે સામે આવે છે. ટ્રાફિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ વાહનો વચ્ચે પૂરતું અંતર ન જાળવવું, વધુ ઝડપ, ધ્યાનભંગ અને બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ આવા અકસ્માતો માટે જવાબદાર બને છે. ખાસ કરીને હાઇવે પર થોડા ક્ષણોની ગફલત પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    વિઝા ન અપાવી વિશ્વાસઘાત કર્યાનો ચાર એજન્ટ સામે ગુનો નોંધાયો:યુકે વર્ક વિઝાની લાલચમાં રૂ.27.38 લાખની આંબારામા ગામની મહિલા સાથે ઠગાઈ
    Next Article
    કોલીખડામાં ખેડૂતો માટે પાક ખરીદ-વેચાણ કેન્દ્રની જગ્યાની મુલાકાત લીધી:કિંદરખેડા અને કોલીખડામાં વિકાસ કામોનું વન-પર્યાવરણ મંત્રીએ કર્યું સ્થળ નિરીક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment