Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલીખડામાં ખેડૂતો માટે પાક ખરીદ-વેચાણ કેન્દ્રની જગ્યાની મુલાકાત લીધી:કિંદરખેડા અને કોલીખડામાં વિકાસ કામોનું વન-પર્યાવરણ મંત્રીએ કર્યું સ્થળ નિરીક્ષણ

    5 days ago

    પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી અને સિંચાઈ સુવિધા વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી દ્વારા વિવિધ ચાલુ પ્રોજેક્ટ્સની ઓચંતી મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ગ્રામીણ અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ સમાન ખેડૂતોને પાણી અને પાકના વેચાણ માટે સ્થાનિક સ્તરે જ ઉત્તમ આંતરમાળખાકીય સગવડો મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ​આ મુલાકાતથી સ્થાનિક ખેડૂત આગેવાનો અને ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે વર્ષો જૂની સિંચાઈના પાણીની અને પાક વેચાણની સમસ્યાનો કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. મંત્રીએ સ્થળ પર જ ઉપસ્થિત એન્જિનિયરો અને કોન્ટ્રેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકારી કામોમાં ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી ચોમાસા પૂર્વે જ કેનાલ સફાઈની કામગીરી આટોપી લેવા માટે પણ તેમણે ખાસ તાકીદ કરી હતી. કિંદરખેડામાં ડંકી વાળી કેનાલની ક્ષમતા વધારાશે‎ ​કિંદરખેડા ગામની સીમમાંથી પસાર થતી ડંકી વાળી કેનાલને વધુ પહોળી અને ઊંડી કરવાનું કામ હાલ પ્રગતિમાં છે.મંત્રીએ સ્થળ પર પહોંચીને કેનાલના ખોદકામની ગુણવત્તાની ચકાસણી કરી હતી અને ચોમાસા પહેલા આ કાર્ય પૂરું કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બાઇકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જાયો:હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં રાતીયા ગામના યુવાનનું મોત
    Next Article
    કેબિનેટ મંત્રીએ બોખીરા આવાસની મુલાકાત લીધી:જર્જરિત આવાસોના સ્થાને નવા મકાનો બનાવવા અને રિપેરીંગ કરવા અધિકારીઓને મંત્રીનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment