Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિઝા ન અપાવી વિશ્વાસઘાત કર્યાનો ચાર એજન્ટ સામે ગુનો નોંધાયો:યુકે વર્ક વિઝાની લાલચમાં રૂ.27.38 લાખની આંબારામા ગામની મહિલા સાથે ઠગાઈ

    5 days ago

    પોરબંદરના આંબા રામા ગામની એક મહિલાને યુકેની વર્ક વિઝા અપાવવાનું કહી રૂ.27.38 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદના આધારે ચાર વિઝા એજન્ટો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા ખાતે લાઈવ ઈમીગ્રેશન નામની ઓફિસ ચલાવી વિઝા એજન્ટ તરીકે કામ કરતો શૈલેષ પ્રજાપતિ અને અમદાવાદ ખાતે ગેટ અ વે અબરોડ નામની ઓફિસ ધરાવી વિઝા અને ઈમીગ્રેશન સંબંધિત વિઝા એજન્ટ તરીકે કામ કરતા રિતેન ઉર્ફે બોબી પટેલ દિલીપ વાનેશરા, આયુષિબેન દિલીપ વાનેશરા અને કહલ વિપુલ પઢિયાર નામના આરોપીઓએ પોરબંદરના આંબારામા ગામે રહેતી શીતલબેન નિલેશભાઈ ઓડેદરા નામની મહિલાને યુકેની વર્ક વિઝા કાઢી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આરોપીઓએ વિઝા પ્રક્રિયા, દસ્તાવેજી કાર્યવાહી, ફી સહિતના વિવિધ બહાના દર્શાવી મહિલા પાસેથી તા. 18/3/2023 થી તા.20/7/2024 દરમ્યાન તબક્કાવાર કુલ રૂ.27,38,165ની રકમ મેળવી લીધી હતી. જોકે, ત્યારબાદ મહિલાની વર્ક વિઝા કાઢી આપવામાં આવી ન હતી અને નાણાં પણ પરત કરવામાં આવ્યા ન હતા. આ વિશ્વાસઘાત અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી બગવદર પોલીસ ચલાવી રહી છે. વિદેશ જવા માટે વિઝા પ્રક્રિયામાં સાવધાની રાખો માત્ર માન્યતા પ્રાપ્ત અને નોંધાયેલા વિઝા કન્સલ્ટન્ટનો જ સંપર્ક કરવો. તમામ ચુકવણી બેંકિંગ માધ્યમથી કરી તેની રસીદ સાચવી રાખવી. વિઝા મંજૂરીની કોઈપણ 100 ટકા ગેરંટી આપતા એજન્ટોથી સાવચેત રહેવું. ઓફર લેટર, જોબ કોન્ટ્રાક્ટ અને વિઝા દસ્તાવેજોની સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસણી કરવી. શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક પોલીસ અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    મગફળી, જીરૂ અને ઘઉંની મબલખ આવક નોંધાઈ:માર્કેટ યાર્ડમાં ઘઉં ટુકડા અને કઠોળના ભાવમાં મજબૂતી
    Next Article
    બાઇકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જાયો:હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં રાતીયા ગામના યુવાનનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment