Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગફળી, જીરૂ અને ઘઉંની મબલખ આવક નોંધાઈ:માર્કેટ યાર્ડમાં ઘઉં ટુકડા અને કઠોળના ભાવમાં મજબૂતી

    5 days ago

    પોરબંદરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત યાર્ડમાં બુધવારના રોજ ઘઉં, મગફળી, જીરૂ, ધાણા તેમજ કઠોળ વર્ગની જણસીઓની સારી એવી આવક જોવા મળી હતી. ગુણવત્તાયુક્ત માલની આવક વધવાને કારણે ખેડૂતોને કઠોળ અને તેલીબિયાંના પાકોમાં યોગ્ય વળતર મળી રહ્યું છે, જેના લીધે પોરબંદર પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો છે. માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ સપ્તાહે અનાજ અને કઠોળની આવકમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ખાસ કરીને ઘઉં ટુકડા અને મગની આવક યાર્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આગામી દિવસોમાં નવી જણસીઓની આવક અને સ્થાનિક તહેવારોને ધ્યાનમાં રાખીને બજારમાં ફેરફાર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ઘઉં લોકવનની 1700 કિલો, ઘઉં ટુકડાના 2400 કિલો​મગની 4000.કિલો,ચણાની 700 કિલો,તુંવેરની 500 કિલો,મગફળીની 3400 કિલો અને તલની 500 કિલો આવક નોધાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    વર્લ્ડ વિટીલીગો ડે:સફેદ દાગ બિન ચેપી , વહેલી સારવારથી મટી શકે છે, ગેરસમજણો દૂર કરવી જરૂરી : સ્કિન સ્પેશ્યાલિસ્ટ
    Next Article
    વિઝા ન અપાવી વિશ્વાસઘાત કર્યાનો ચાર એજન્ટ સામે ગુનો નોંધાયો:યુકે વર્ક વિઝાની લાલચમાં રૂ.27.38 લાખની આંબારામા ગામની મહિલા સાથે ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment