Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્લ્ડ વિટીલીગો ડે:સફેદ દાગ બિન ચેપી , વહેલી સારવારથી મટી શકે છે, ગેરસમજણો દૂર કરવી જરૂરી : સ્કિન સ્પેશ્યાલિસ્ટ

    5 days ago

    આજે 25 જૂન વર્લ્ડ વિટીલીગો ડે એટલેકે વિશ્વ સફેદ દાગ દિવસ છે. આ રોગ ચામડીમાં રંગ પેદા કરતા મેલાનોસાઇટ્સ કોષો નાશ પામવાથી થાય છે. દુનિયાના 1 થી 2 ટકા લોકોમાં જોવા મળતો આ રોગ બિલકુલ નિરૂપદ્રવી અને બિનચેપી છે. તેમ છતાં, સમાજમાં પ્રવર્તતી ગેરસમજણોને કારણે દર્દીઓ નિરાશા અને હતાશાનો ભોગ બને છે. જો સમયસર અને નિયમિત સારવાર લેવામાં આવે તો આ રોગને સંપૂર્ણપણે મટાડવો શક્ય છે તેવું ચામડીના રોગોનાં નિષ્ણાત ડો. શૈલેષ કંટારિયાએ જણાવ્યું છે. મુખ્ય કારણો અને લક્ષણો ચિહ્નો : ચામડી પર સફેદ ધબ્બા પડવા અને ઘણીવાર તે ભાગના વાળ પણ સફેદ થઈ જવા. મોટાભાગના દર્દીઓમાં 20 વર્ષની ઉંમર પહેલાં જ આની શરૂઆત થાય છે. કારણો: આ એક ઓટોઈમ્યુન ડિસીઝ છે, જેમાં શરીર ભૂલથી પોતાના જ કોષોનો નાશ કરે છે. આ ઉપરાંત વારસાગત, માનસિક તણાવ તેમજ વિટામિન B12, ફોલેટ, કોપર અને ઝીંકની ઉણપ પણ જવાબદાર હોઈ શકે છે. દર્દીને અડવાથી, તેની વસ્તુ વાપરવાથી કે લોહીના સંપર્કથી આ રોગ ક્યારેય ફેલાતો નથી‎ સ્કૂલમાં જાગૃતિ: શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓમાં આ અંગે સાચી માહિતી પહોંચાડી દર્દી બાળકો સાથે થતું ઓરમાયું વર્તન અટકાવવું જોઈએ. બધા દાગ વિટીલીગો નથી: ચામડીનો રંગ બદલાવાના અન્ય કારણો પણ હોઈ શકે છે, જે ડૉક્ટર તપાસીને નક્કી કરે છે. > ડૉ. શૈલેષ કંટારિયા ચર્મરોગ નિષ્ણાત, રોગનો ઈલાજ પ્રાથમિક સ્ટેજમાં ઇમ્યુનોસપ્રેસન્ટ ક્રીમ અને ટેબ્લેટ્સથી ફાયદો થાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો (PUVA થેરાપી) આમાં ખૂબ જ અસરકારક નીવડે છે. જો દવાઓથી દાગ ન મટે તો ''પંચ ગ્રાફ્ટિંગ'' કે ''બ્લિસ્ટર ગ્રાફ્ટિંગ'' જેવી સર્જરી દ્વારા ચામડીનું પ્રત્યારોપણ કરાય છે. ખાસ સલાહ: સફેદ દાગવાળા ભાગમાં તડકાથી લાલચોળ થઈ જવાની (ફોટોસેન્સિટિવિટી) સમસ્યા રહેતી હોવાથી તે ભાગ ઢાંકવો.
    Click here to Read More
    Previous Article
    કોમર્શિયલ કનેક્શનોમાં ફ્લો મીટર ગાયબ:પાણી કનેક્શનનો સર્વે કરાતા 50 જાહેર મિલકતોમાં ગેરરીતિ ઝડપાઈ
    Next Article
    મગફળી, જીરૂ અને ઘઉંની મબલખ આવક નોંધાઈ:માર્કેટ યાર્ડમાં ઘઉં ટુકડા અને કઠોળના ભાવમાં મજબૂતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment