Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણા પોલીસે પદયાત્રીઓની સુરક્ષા માટે 50 બેરીકેટ્સ ગોઠવ્યા:માતાના મઢની યાત્રા માટે 24 કલાક પેટ્રોલિંગ પણ શરૂ કરાયું

    1 day ago

    દર પાંચ કિલોમીટરે બેરીકેડિંગથી વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ | પદયાત્રીઓ અને વાહનો પર રિફ્લેક્ટર લગાવવાની કામગીરી તેજ, કેમ્પ દીઠ સુરક્ષા માટે પોલીસ તૈનાતકચ્છમાં આસો નવરાત્રીના પ્રારંભ સાથે જ માતાના મઢ સ્થિત જગતજનની આશાપુરા માતાજીનાં દર્શન કરવા જતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની આસ્થાભરી યાત્રા દરમિયાન માર્ગ અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા નખત્રાણા પોલીસે વિશેષ સુરક્ષા આયોજન હાથ ધર્યું છે. પદયાત્રીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને માર્ગ પર બેરીકેડિંગ, રિફ્લેક્ટર લગાવવાની કામગીરી અને ચોવીસ કલાક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બેગડિયા, પીએસઆઈ એમ.વી. સામરા સહિત પોલીસ સ્ટાફ માર્ગ સલામતી માટે સતત કાર્યરત છે. નખત્રાણા વિસ્તારની હદમાં પદયાત્રીઓની અવરજવર વધતાં વાહનચાલકો અને શ્રદ્ધાળુઓ વચ્ચે સુરક્ષિત અંતર જળવાઈ રહે તથા ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. નખત્રાણા ટ્રાફિક જમાદાર નિકુંજદાન ગઢવીએ આપેલી માહિતી અનુસાર, માજીરાઈથી મેવાનગર સુધીના માર્ગ પર પદયાત્રીઓની સુરક્ષા અને વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે અંદાજે 50 બેરીકેટ્સ ગોઠવવામાં આવ્યા છે. આશરે પાંચ-પાંચ કિલોમીટરના અંતરે બેરીકેડિંગ કરવાની સાથે વિવિધ સેવા કેમ્પોની આસપાસ પણ બેરીકેટ્સ મૂકવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને ગતિ ધીમી રાખવાની ફરજ પડે અને અકસ્માતની શક્યતા ઘટાડી શકાય.રાત્રિના સમયે પદયાત્રીઓ વાહનચાલકોને સ્પષ્ટ દેખાય તે માટે પદયાત્રીઓ તેમજ વાહનો પર રેડિયમ પટ્ટી અને રિફ્લેક્ટર લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. માર્ગ પર આવેલા પદયાત્રી સેવા કેમ્પોમાં બે જીઆરડી જવાનો અને એક પોલીસ કર્મચારીની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેમ્પના સંચાલકોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. નખત્રાણા પોલીસ દ્વારા વિવિધ કેમ્પોની નિયમિત મુલાકાત લેવાની સાથે 24 કલાક મોબાઇલ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને બેફામ ગતિએ વાહન ન ચલાવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પદયાત્રીઓની નજીક વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પદયાત્રીઓને પણ રસ્તાની વચ્ચે ચાલવાને બદલે લાઇનમાં રહીને યાત્રા કરવા સૂચના અપાઈ છે. પોલીસે શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને અપીલ કરી છે કે સહેજ બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તેથી નિયમોનું પાલન કરી, એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીને માતાના મઢની પવિત્ર યાત્રાને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ પોલીસે હીરા ચોરીનો ગુનો ઉકેલ્યો, રેન્જ IGએ સન્માનિત કર્યા:ચોર અને મુદ્દામાલ ઝડપી પાડવા બદલ DYSP સહિતના અધિકારીઓ સન્માનિત
    Next Article
    કચ્છમાં બોલેરો-ટ્રક વચ્ચે અકસ્માતમાં 7નાં મોત:15થી વધુ કામદારોથી ભરેલી બોલેરોને બ્લેકરે ટક્કર મારતાં ચીસાચીસ મચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment