Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ પૂરું થઈ જતા દોરીને પેટ્રોલપંપે જતી વખતે ઘટના બની:યુગાન્ડા રોડ પર મોપેડમાં આગ લાગતા બળીને ખાખ થયું

    6 दिन पहले

    પોરબંદરના યુગાન્ડા રોડ પર એક યુવાનને મોપેડમાં પેટ્રોલ પૂરું થઈ જતા પેટ્રોલપંપ પર દોરીને પેટ્રોલ પુરાવવા જતો હતો તે દરમ્યાન એકાએક આગ લાગી હતી.આ ઘટનામાં મોપેડ આગમાં બળીને ખાખ થયું હતું.આ ઘટના બાદ પોરબંદરના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો લગાવી આગને કાબુમાં લીધી હતી. પોરબંદર શહેરમાં અવાર નવાર આગની ઘટના બનતી હોય છે.પોરબંદરમાં ઉનાળાની સીઝનમાં આગની ઘટનામાં વધારો થયો છે. પોરબંદર શહેરના યુગાન્ડા રોડ પર રાજ પાંજરી નામનો યુવાન પસાર થતો હતો તે દરમ્યાન મોપેડમાં પેટ્રોલ ખૂટી જતા આ યુવાન એમ.જી રોડ પર આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા મોપેડને દોરીને જતો હતો ત્યારે મોપેડના પાછળના ભાગમાં એકાએક અગમ્ય કારણોસર આગ લાગતા આ આગ આખા મોપેડમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને સ્થાનિકો આગ બુજવવાની કોશિક કરવામાં આવી હતી પરંતુ આગ વિકરાળ હોવાથી આખા મોપેડમાં ફેલાઇ ગઇ હતી.આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. 5 મિનિટના બદલે 15 મિનિટ ફાયરની ટીમ પહોંચી યુગાન્ડા રોડ પર મોપેડમાં આગ લાગતા સ્થાનિકોએ ફાયરને જાણ કરી હતી ત્યારે ફાયર સ્ટેશન થી યુગાન્ડા રોડ પહોંચવા માત્ર 5 મિનિટ લાગતી હોવાછતાં ફાયરની ટીમ 15 મિનિટે પહોંચતા આ મોપેડ આખું આગમાં ખાખ થઈ ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:પોરબંદરમાં ટ્રકે મોપેડ સવાર 2 શિક્ષિકાને હડફેટે લીધા : એકનું મોત, એકને ગંભીર ઇજા
    Next Article
    કોમર્શિયલ કનેક્શનોમાં ફ્લો મીટર ગાયબ:પાણી કનેક્શનનો સર્વે કરાતા 50 જાહેર મિલકતોમાં ગેરરીતિ ઝડપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment