Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા રોડ, સ્ટ્રીટલાઇટ જેવી સ્થાનિક સુવિધા આપો‎:મધુરમમાં ટીમ સ્માર્ટ મીટર નાખવા પહોંચી લોકો બગડ્યા.. સુવિધા આપો, પછી આવજો

    6 days ago

    જૂનાગઢ શહેર તેમજ જિલ્લાભરમાં હાલ સ્માર્ટ મીટર લગાવવાની ફેસ-2ની કામગીરી ચાલી રહી છે. જેમાં બુધવારે મધુરમ સન સીટી-1 વિસ્તારમાં બપોરના સમયે પીજીવીસીએલની ટીમ દ્વારા સ્માર્ટ મીટર લગાવવા જતા રહીશોએ વિરોધ કર્યો હતો અને સ્માર્ટ મીટર લગાવતા રોક્યા હતા. સ્થાનિક રહીશ ભાવેશ ગોંડલીયાએ જણાવ્યુ કે, સન સીટી- 1 માં મનપા દ્વારા રોડ કે સ્ટ્રીટ લાઇટની કોઇ સુવિધા આપવામાં આવી નથી. રાત્રિના સમયે લોકોને અવર-જવર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત ચોમાસુ નજીક છે રસ્તો સારો ન હોવાથી ચોમાસા પણ મુશ્કેલી પડે છે. ચુંટણી સમયે મત માટે નેતાઓ ઘરે-ઘરે આવે પણ સમસ્યાનુ નિરાકરણ કરતા નથી અને એસી ચેમ્બરોમાં બેઠા રહે છે. પ્રાથમિક સુવિધા મળતી નથી એટલે સ્માર્ટ મીટર લગાવવા નહીં દઇશે. પહેલા તંત્ર પ્રાથમિક સુવિધા આપે તેવી અમારી માંગ છે. મધુરમના સનસીટી-1 ખાતે સ્માટ મીટર નાખવા આવેલી ટીમનો વિરોધ કરવા એકઠા થયેલા સ્થાનિકો. જોડાણ કાપવાની જોગવાઇ નથી, રહીશોને સમજાવીશું અમારી ટીમ સ્માર્ટ મીટર લગાવવા માટે ગઇ હતી. પરંતુ સ્થાનિકોએ ના પાડી છે. હવે અમે સ્થાનિકોને સ્માર્ટ મીટર લગાવવા માટે સમજાવીશું. વીજ કનેકશન કટ કરવાની કોઇ જોગવાઇ નથી. સમજાવવા છતા ન સમજે બાદમાં નોટીસની પ્રોસેસ છે. > જે.ડી. જાદવ, ડે. ઇજનેર-શાપુર
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:જૂનાગઢમાં 6થી 8 માસના સિંહબાળના ગળા અને માથામાં ફટકા ઝીંકી મારી નાંખી મૃતદેહ ફેંકી દેવાયો
    Next Article
    સંસ્કૃત બોર્ડના સહયોગથી ચાર્ટસ,પોસ્ટર્સ અને સંવાદ:જૂનાગઢ તાલુકાની પ્રથમ એવી શાળા, જ્યાં વિદ્યાર્થીઓ સંસ્કૃત સંવાદ શીખશે : માખીયાળા પે સેન્ટર શાળામાં સંસ્કૃત કક્ષ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment