Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસ્કૃત બોર્ડના સહયોગથી ચાર્ટસ,પોસ્ટર્સ અને સંવાદ:જૂનાગઢ તાલુકાની પ્રથમ એવી શાળા, જ્યાં વિદ્યાર્થીઓ સંસ્કૃત સંવાદ શીખશે : માખીયાળા પે સેન્ટર શાળામાં સંસ્કૃત કક્ષ શરૂ

    6 days ago

    વિદ્યાર્થીઓ શાળા કક્ષાએથી જ દેવભાષા સંસ્કૃતની ગરીમાને સમજે તેમજ ભારતીય સાંસ્કૃતિક વારસાને ઓળખે તે હેતુથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત કક્ષની સ્થાપના કરવામાં આવી રહી છે. જે અંતર્ગત માખીયાળા પે સેન્ટર શાળા જૂનાગઢ તાલુકાની પ્રથમ શાળા બની ગઈ છે જ્યાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત કક્ષ શરૂ કરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય લાલજીભાઈ સિંધલ સંસ્કૃત કક્ષ વિશે જણાવતા કહ્યું હતું કે,આ વિશેષ ક્લાસરૂમમાં ચાર્ટસ, ચિત્ર-સામગ્રી, સંવાદ સૂત્ર, પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. બાળકો સંસ્કૃતના શબ્દ સરળતાથી શીખી તે માટે વિવિધ વસ્તુના ફ્લેશ કાર્ડ,ધાતુ પાઠ અંગેના ફ્લેશકાર્ડ, ક્રિયાઓના ફ્લેશકાર્ડ રાખવામાં આવ્યા છે તેમજ સાંસ્કૃતિક પરંપરા અને ભારતના અમૂલ્ય વારસા સંબંધિત નકશાઓ દ્વારા બાળકોને સરળતાથી શીખવવામાં આવશે. માખીયાળા પે સેન્ટર શાળામાં પ્રગતિ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મહેસુલ વિભાગના નાયબ સચિવ તુષાર પટેલ, ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરાયુ હતું તેમજ વિદ્યાર્થીઓને પુસ્તકો અને સ્ટેશનરી કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તાલુકાની પ્રથમ શાળા હોવાને કારણે આ પ્રોજેક્ટ આસપાસના ગામો માટે પણ રોલ મોડેલ બનશે. શાળા પ્રવેશોત્સવના દ્વિતિય દિવસે 9726 વિદ્યાર્થીઓેને પ્રવેશ અપાયો પ્રગતિ પ્રવેશોત્સવના દ્વિતિય દિવસે જૂનાગઢ જિલ્લામાં કુલ 9726 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.જેમાં બાલવાટિકામાં 3068,ધોરણ-1માં 308, ધો.9માં 4319 અને ધો.11માં 2031 પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો તેમજ જિલ્લાની 25 શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. દ્વિતિય દિવસે જિલ્લાના 181 ગામોની 245 પ્રાથમિક અને 67 માધ્યમિક શાળાની પદાધિકારીઓ અને અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    પહેલા રોડ, સ્ટ્રીટલાઇટ જેવી સ્થાનિક સુવિધા આપો‎:મધુરમમાં ટીમ સ્માર્ટ મીટર નાખવા પહોંચી લોકો બગડ્યા.. સુવિધા આપો, પછી આવજો
    Next Article
    2 માસમાં 74,332 મુસાફરના ફીડબેક મળ્યા, 4.7નું રેટીંગ‎:લ્યો બોલો.. સફાઇ, સલામતીમાં જૂનાગઢ ST રાજ્યમાં પ્રથમ ક્રમે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment