Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસુ જામે તે પહેલા જ રહીશોની હાલત કફોડી:નવસારી મિથિલાનગરીમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓ પર કિચડ થતા લોકોની આશા પર પાણી ફરી વળ્યું

    1 day ago

    નવસારીના વોર્ડ નંબર-4 સ્થિત મિથિલા નગરી વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડા અને ભરાયેલા ગંદા પાણીને કારણે સ્થાનિકો માટે અવરજવર કરવી દુષ્કર બન્યું છે. પાણીમાં પગ મૂક્યા સિવાય રસ્તો પાર કરવો અશક્ય છે, જેની સીધી અસર શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વડીલો પર પડી રહી છે. ​ સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું કે રસ્તા પર ભરાયેલા ગંદા પાણીને લીધે વારંવાર દ્વિ ચક્રીય વાહનો સ્લીપ થવાના અને અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોઈડ જેવી ગંભીર બિમારી ફેલાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર આ અંગે વારંવાર કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રોષે ભરાયેલા રહીશોએ વહેલી તકે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે, જેથી આ મુસીબતમાંથી મુક્તિ મળે. નગરસેવકોને રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય? ​"અમે ઘણીવાર સ્થાનિક નગરસેવકોને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં મનપા તંત્ર ઘોર નિદ્રામાં છે. રસ્તાની આવી જર્જરિત હાલતને કારણે અમારે જીવના જોખમે અવરજવર કરવી પડે છે. તંત્ર માત્ર આશ્વાસનો આપે છે, પણ કામગીરી શૂન્ય છે. જો તાત્કાલિક ધોરણે રસ્તો નહીં બનાવાય, તો આવનારા દિવસોમાં સ્થાનિકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. > વિપુલભાઈ પટેલ, સ્થાનિક
    Click here to Read More
    Previous Article
    ઇડરમાં કચરો વાળવા બાબતે ઝઘડો:દિયર અને ભત્રીજાએ મહિલાના વાળ પકડી જાળીથી માથું પછાડ્યું
    Next Article
    મહાનગરપાલિકા મેયર સમક્ષ વિસ્તારના અગ્રણીઓની વેદના‎:જલાલપોરમાં ઇન્સ્ટાગ્રામ જાહેરાતથી અને ગણદેવીમાં APK ફાઈલથી જિલ્લામાં બે સાથે 85 હજારની ઠગાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment