Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકા મેયર સમક્ષ વિસ્તારના અગ્રણીઓની વેદના‎:જલાલપોરમાં ઇન્સ્ટાગ્રામ જાહેરાતથી અને ગણદેવીમાં APK ફાઈલથી જિલ્લામાં બે સાથે 85 હજારની ઠગાઇ

    1 day ago

    નવસારી જિલ્લામાં સાયબર ઠગાઈના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જલાલપોર અને ગણદેવી વિસ્તારમાં ઓનલાઇન છેતરપિંડીના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા છે. જલાલપોરના ફરિયાદી નજરૂદીન અન્સારીને ઇન્સ્ટાગ્રામ પર ફેબ્રિક કાપડની ફેક જાહેરાત જોઈ ખરીદીના નામે સંપર્ક કર્યો હતો. આરોપીએ ગૂગલ પે દ્વારા રૂ. 20000 પડાવી લીધા બાદ કાપડ ન મોકલી છેતરપિંડી આચરી હતી. આ મામલે જલાલપોર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી ઘટના ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં ફરિયાદીના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી એપીકે (APK) ફાઇલ મોકલવામાં આવી હતી. આ શંકાસ્પદ ફાઇલ ઇન્સ્ટોલ થતા જ આરોપીએ ફરિયાદીનો મોબાઈલ હેક કરી લીધો હતો અને તેમના એચડીએફસી બેંક ખાતામાંથી રૂ. 65000 ટ્રાન્સફર કરી લીધા હતા. આ સાયબર ફ્રોડ અંગે ગણદેવી પોલીસમાં ગુનો નોંધાયો છે અને પીઆઇ એન.આઈ. રાઠોડે તપાસ હાથ ધરી છે. સાયબર ફ્રોડથી બચવા બેન્કિંગ વિગત કે OTP શેર કરવું નહીં સાયબર ઠગાઈથી બચવા માટે નાગરિકોએ સતર્ક રહેવું જરૂરી છે. વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવતી કોઈ પણ અજાણી લીંક, એપીકે (APK) ફાઇલ કે લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન કરો. અજાણી વ્યક્તિ સાથે બેંકિંગ વિગતો કે OTP ક્યારેય શેર કરશો નહીં. જો શંકાસ્પદ વ્યવહાર જણાય, તો તુરંત બેંક ખાતું બ્લોક કરાવો અને રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવો. સાવચેતી એ જ સાયબર ગુનાઓથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસુ જામે તે પહેલા જ રહીશોની હાલત કફોડી:નવસારી મિથિલાનગરીમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓ પર કિચડ થતા લોકોની આશા પર પાણી ફરી વળ્યું
    Next Article
    4 મહિના ધક્કા ખાધા પણ રોયલ્ટી ન મળી:નવસારીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી ખનન માટે પરવાનગી અને નજીકના જ સચવાતા હોવાનો કોન્ટ્રાક્ટરનો વીડિયો વહેતો થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment