Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇડરમાં કચરો વાળવા બાબતે ઝઘડો:દિયર અને ભત્રીજાએ મહિલાના વાળ પકડી જાળીથી માથું પછાડ્યું

    एक दिन पहले

    ઇડર શહેરના પરમાર વાસ નંબર-2માં કચરો વાળવા જેવી સામાન્ય બાબતમાં દિયર અને ભત્રીજાએ 60 વર્ષીય ભાભી તથા તેમના પરિવાર પર હુમલો કર્યો હોવા અંગે ઇડર પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 23 જૂનના રોજ સવારે આશરે 10:15 વાગ્યે ડાહીબેન રમેશભાઈ સોલંકી (ઉં.વ. 60)ની પુત્રવધૂ સરોજબેન ઘરની ચોપાડમાં કચરો વાળી રહ્યા હતા. એક જ ચોપાડ હોવાના કારણે પાડોશમાં રહેતા ડાહીબેનના દિયર મુકેશભાઇ માનાભાઇ સોલંકી અચાનક ગુસ્સે થઈ અવારનવાર કહેવા છતાં કચરો વાળી અમારા ઘરમાં ધૂળ કેમ ઉડાડો છો કહી સરોજબેનને મારવા દોડ્યા હતા. વહુ જીવ બચાવીને ઘરમાં ભાગી જતાં, મુકેશભાઇએ ચોપાડમાં બેઠેલા વૃદ્ધા ડાહીબેનના વાળ પકડી ઘરની લોખંડની જાળી સાથે માથું અથડાવી દીધું હતું, જેથી તેમને આંખ અને કપાળના ભાગે ઇજાઓ થઈ હતી. લાકડાના દંડાથી માર મારવા જતાં ડાહીબેને ડાબો હાથ વચ્ચે લાવતાં તેમની આંગળી પર પણ ઇજા થઇ હતી. ​ આ ઝઘડા અંગે મુકેશભાઈના ઘરે કહેવા જતાં ડાહીબેનના પતિ રમેશભાઈને મુકેશભાઇના પુત્ર અમિતભાઈ સોલંકીએ ઉશ્કેરાઈને ફેટ પકડી લીધી હતી. અને પિતા પુત્ર બંનેએ ભેગા મળીને પરિવારને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇડર પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સારવાર લેવાની ફરજ પડી, ઉંદરોથી દર્દીઓમાં ગભરાટ:સિવિલમાં ફરી ઉંદરનો આતંક, દર્દીના સગાના પગમાં બચકું ભર્યું
    Next Article
    ચોમાસુ જામે તે પહેલા જ રહીશોની હાલત કફોડી:નવસારી મિથિલાનગરીમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓ પર કિચડ થતા લોકોની આશા પર પાણી ફરી વળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment