Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારવાર લેવાની ફરજ પડી, ઉંદરોથી દર્દીઓમાં ગભરાટ:સિવિલમાં ફરી ઉંદરનો આતંક, દર્દીના સગાના પગમાં બચકું ભર્યું

    एक दिन पहले

    સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર ઉંદરોનો ત્રાસ સામે આવ્યો છે. આ વખતે હોસ્પિટલમાં દાખલ દર્દીના એક સગાના પગમાં ઉંદરે બચકું ભરતાં લોહી નીકળ્યું હતું. બનાવ બાદ યુવકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાએ હોસ્પિટલની સ્વચ્છતા અને જીવાત નિયંત્રણની કામગીરી સામે ફરી સવાલો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ગજડી ગામના રહેવાસી વિક્રમભાઈના માતા સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે. બુધવારે બપોરે તેઓ ટ્રોમા સેન્ટર સામે અન્ય સગાઓ સાથે બેઠા હતા. તે દરમિયાન અચાનક એક ઉંદર તેમના પગ પાસે આવ્યો અને આંગળીમાં બચકું ભરી લીધું હતું. અણધારી ઘટનાથી વિક્રમભાઈ ગભરાઈ ગયા હતા અને પાછળ ખસી જતાં પડતા પડતા બચ્યા હતા. ઉંદરના બચકાંથી પગની આંગળીમાંથી લોહી નીકળવા લાગતાં તાત્કાલિક સારવાર લેવી પડી હતી. બનાવ બાદ દર્દીઓ અને તેમના સગાઓમાં ચિંતા અને રોષ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ વોર્ડ અને અન્ય વિસ્તારોમાં ઉંદરો આંટાફેરા કરતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આમ છતાં તંત્ર હજુ નક્કર કામગીરી કરતું નથી.
    Click here to Read More
    Previous Article
    1,013 જોડાણો તપાસી 32.15 લાખની વીજચોરી ઝડપી:વરેડીયા સહિતના ગામડાઓમાં વીજચોરીના 34 કેસો કરવામાં આવ્યાં‎
    Next Article
    ઇડરમાં કચરો વાળવા બાબતે ઝઘડો:દિયર અને ભત્રીજાએ મહિલાના વાળ પકડી જાળીથી માથું પછાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment