Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1,013 જોડાણો તપાસી 32.15 લાખની વીજચોરી ઝડપી:વરેડીયા સહિતના ગામડાઓમાં વીજચોરીના 34 કેસો કરવામાં આવ્યાં‎

    1 day ago

    ભરૂચ જિલ્લામાં વીજ વિભાગનું સઘન ચેકિંગ 25 ટીમે 7 કલાકમાં 1013 વીજ જોડાણ તપાસી 25 વીજ ચોરી કરનારને રૂપિયા 32.15 લાખનો દંડ ફટકાર્યો છે. ભરૂચ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા વીજ ચોરી સામે સતત બીજા દિવસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. વહેલી સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન વરેડિયા, સેગવા, કહાન, કોઠી, વાતરસા અને કુરચણ સહિતના વિસ્તારોમાં 25 ટીમો દ્વારા એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 7 કલાકમાં 1013 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 34 કિસ્સામાં વીજ ચોરી ઝડપાઈ હતી. વિભાગ દ્વારા ચોરી કરનારાઓ સામે કડક પગલાં લેતા કુલ રૂપિયા 32.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ પણ વીજ વિભાગે ભરૂચના વિવિધ વિસ્તારોમાં તપાસ કરીને દંડાત્મક કાર્યવાહી કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી વીજ ચોરીને અટકાવવા માટે વિભાગ સતત અભિયાન ચલાવી રહ્યો છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ ચાલુ રહેશે અને વીજ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ત્રણ દિવસ ફાટા તળાવથી‎ફૂરજા તરફ જતો માર્ગ બંધ કરાશે‎:તાજીયા જૂલુસને અનુલક્ષી 25,26 અને 27મીના રોજ વાહનોને ડાયવર્ઝન
    Next Article
    સારવાર લેવાની ફરજ પડી, ઉંદરોથી દર્દીઓમાં ગભરાટ:સિવિલમાં ફરી ઉંદરનો આતંક, દર્દીના સગાના પગમાં બચકું ભર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment