Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર બાયપાસ રોડ પર અકસ્માત, ચાલક ફરાર:કારની ટક્કરે ફરજ ઉપરના બાઇકચાલક કોન્સ્ટે.ને ઇજા

    1 day ago

    ​હિંમતનગર જીઆરપી પોલીસ ચોકીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ગમાર બુધવારે બાયપાસ રોડ પર આવેલા ટોલટેક્સ નજીકથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અરવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ​ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત પોલીસકર્મીને 108 મારફતે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના બાદ જીઆરપી પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને અકસ્માત સર્જનાર કારને શોધી કાઢી હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સોંપી દીધી હતી. આ ગાડી ડ્રાઇવિંગ સ્કૂલની હોવાની સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મીડિટીએડ અંતર્ગત રજિસ્ટ્રેશન ફરજિયાત:રાજકોટ શહેરમાં શ્વાન પાળવું હોય તો પહેલા પાડોશીને પૂછવું પડશે, નવા નિયમની તૈયારી
    Next Article
    લોકોને અંકલેશ્વર સુધીનો ફેરાવો ઘટી જશે‎:પાનોલી જીઆઇડીસીના ગેટ-1 પાસે એસટીની બસો ઉભી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment