Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મીડિટીએડ અંતર્ગત રજિસ્ટ્રેશન ફરજિયાત:રાજકોટ શહેરમાં શ્વાન પાળવું હોય તો પહેલા પાડોશીને પૂછવું પડશે, નવા નિયમની તૈયારી

    1 day ago

    શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ અવારનવાર જોવા મળી રહ્યો છે, પરંતુ પેટડોગ એટલે કે પાલતુ શ્વાન મોટાભાગે શાંત હોય છે. કારણ કે તેમને ટ્રેઇન કરવામાં આવતા હોય છે. તેમજ આ પ્રકારના ડોગ બહાર જોવા મળતા નથી, પરંતુ અમુક પ્રજાતિના પાલતું શ્વાન કયારેક હિંસક બની જતા હોવાના બનાવો તાજેતરમાં બનવા લાગ્યા છે. જેમા સુરતમાં પાલતુ શ્વાને એક બાળકીનો ભોગ લેતા મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળનાર માલિકો સામે કાયદાનો દંડો ઉગામી નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેની અમલવારી અમદાવાદ, મોરબી અને સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યા બાદ હવે રાજકોટ મનપા પણ આ મુદ્દે તમામ પાલતુ શ્વાનોના રજિસ્ટ્રેશન અને નિયમો માટે તૈયારીઓ શરૂ કરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીના નિયમોનું લિસ્ટ મગાવવામાં આવ્યું હોવાનું અને ટૂંક સમયમાં રાજકોટમાં પણ તેની અમલવારી શરૂ કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ પેટડોગના રજિસ્ટ્રેશન અને પાળનાર માલિકોએ નિયમોની અમલવારી કરવા સહિતના મુદ્દે તૈયારીઓ આરંભી છે. સુરતની ઘટના બાદ અમદાવાદ અને મોરબી મહાનગરપાલિકાએ પાલતુ શ્વાન અંતર્ગત નિયમોની અમલવારી શરૂ કરી છે. જેમાં ખાસ કરીને શ્વાન પાળનાર માલિકે પોતાની અને શ્વાનની તમામ વિગતો આપવાની સાથોસાથ રજિસ્ટ્રેશનન સમયે પોતાના રહેણાકની આસપાસના પાડોશીઓની મંજૂરી આપતો લેટર પણ રજિસ્ટ્રેશનમાં સામેલ કરવાનો રહેશે અને માલિક પાસે કેટલા સમયથી શ્વાન છે. તેમજ પાડોશીઓના મંજૂરી લેટરમાં ઉપરોકત શ્વાન દ્વારા કોઇજાતનો ત્રાસ અનુભવતા નથી, આ શ્વાન હિંસક પ્રજાતિનો ન હોવા સહિતની વિગતો લખવાની રહેશે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની નિર્દેશનો, એનિમલ વેલ્ફર બોર્ડ ઓફ ઇન્ડિયાની વખતો વખતની ગાડલાઇન ધી કૃઅલ્ટી ટુ એનિમલ એક્ટ 1990 દ્વારા પ્રસિદ્ધ થયેલ એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રૂલ્સ 2023 તથા નેશનલ એક્શન પ્લાન ફોર ડોગ મીડિટીએડ અંતર્ગત પાલતુ શ્વાન રજિસ્ટ્રેશન ફરિજયાત કરવાનું રહેશે. આ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર અપીલ કરી ટૂંક સમયમાં પાલતુ ડોગ નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવશે. છટકબારીનો લાભ કોઈને પણ નહીં મળે શ્વાન પાળનારા લોકો સ્વૈચ્છિક રજિસ્ટ્રેશન કરાવે નહીં તો શું કરવું? અને છટકબારીનો લાભ લેવા વાળા પણ અનેક નીકળશે તેવું લાગી રહ્યું છે. આથી નિયમની અમલવારી શરૂ થયા બાદ મનપા ડોર ટુ ડોર સરવે કરશે અને જાણી જોઈને રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવા આસામીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતનોઝળુંબતો ભય:રાજકોટની શાળાઓમાં વાહન લઈને આવતા 80% વિદ્યાર્થી પાસે લાઇસન્સ જ નથી! : વાલી બેદરકાર, સંચાલકો મૌન, તંત્ર નિષ્ક્રિય
    Next Article
    હિંમતનગર બાયપાસ રોડ પર અકસ્માત, ચાલક ફરાર:કારની ટક્કરે ફરજ ઉપરના બાઇકચાલક કોન્સ્ટે.ને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment