Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઈવે પર લાંબો ટ્રાફિકજામ:કલોલના સઇજ પાસે ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ ગુસ્સે ભરાયા

    22 hours ago

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક સઈજ ગુરુકુળ પાસે ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો અને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ કારણે સવારથી જ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જોતજોતામાં સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો અને હજારો વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડ્યા હતા. આ ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી. સામાન્ય લોકોની જેમ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા બાદ નીતિન પટેલે જોયું કે હાઈવે પર વાહનો વ્યવસ્થિત કરવા માટે એક પણ પોલીસ જવાન હાજર નહોતો. ટ્રાફિકની આવી ખરાબ વ્યવસ્થા અને પોલીસની લાપરવાહી જોઈને નીતિન પટેલ ભારે અકળાયા હતા. ટ્રાફિકમાંથી માંડ-માંડ બહાર નીકળીને તેઓ સીધા કલોલ નાયબ પોલીસ અધિક્ષક (DySP)ની કચેરીએ પહોંચી ગયા હતા. ત્યાં મોટા અધિકારીઓ હાજર નહોતા, એટલે તેમણે ત્યાં હાજર બીજા પોલીસ કર્મચારીઓનો બરાબરનો ઉધડો લીધો હતો. તેમણે ગુસ્સામાં સવાલ કર્યો હતો કે આટલો મોટો જામ છે છતાં કોઈ ટ્રાફિક કે હાઈવે પોલીસ રસ્તા પર કેમ નથી દેખાતી? જનતા કલાકો સુધી હેરાન થાય છે તેની પોલીસને કોઈ પડી જ નથી? ઓફિસની બહાર નીકળતી વખતે નીતિન પટેલે પોલીસ સ્ટાફને ખખડાવતા કહ્યું હતું કે, એક બાજુ મોદી સાહેબ અપીલ કરે છે કે પેટ્રોલ-ડીઝલ બચાવો, તો શું આ રીતે પેટ્રોલ-ડીઝલ બચાવવાનું? તેમણે હાજર પોલીસવાળાને કડક શબ્દોમાં કહ્યું કે હું તમારા ડીએસપી (DSP)ને વાત કરું છું, તમારા લોકોની કોઈ જવાબદારી જ નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો આવો ગુસ્સો જોઈને પોલીસ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા નીતિન પટેલે આ મામલે જિલ્લા પોલીસ વડાને લેખિત અને મૌખિક ફરિયાદ કરવાની કડક ચીમકી પણ આપી હતી.નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો હાઈવે પર ડ્રેનેજ લાઇનનું આટલું મોટું કામ ચાલતું હતું, તો પોલીસે અગાઉથી ટ્રાફિક સંભાળવાનું આયોજન કેમ ન કર્યું? નીતિન પટેલના આક્રોશ પછી જાગેલી કલોલ પોલીસ હાઈવે પર દોડી ગઈ હતી
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:સરગાસણમાંથી ચેક રિટર્ન કેસનો ગુનેગાર ઝડપાયો
    Next Article
    અકસ્માતનોઝળુંબતો ભય:રાજકોટની શાળાઓમાં વાહન લઈને આવતા 80% વિદ્યાર્થી પાસે લાઇસન્સ જ નથી! : વાલી બેદરકાર, સંચાલકો મૌન, તંત્ર નિષ્ક્રિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment