Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:સરગાસણમાંથી ચેક રિટર્ન કેસનો ગુનેગાર ઝડપાયો

    20 hours ago

    જુનાગઢ જિલ્લાની વિસાવદર કોર્ટમાંથી ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા પામેલો એક વ્યક્તિ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાંથી પકડાયો છે. અદાલતે સજાનો હુકમ કર્યા બાદ આ વ્યક્તિ ફરાર થઈ ગયો હતો અને તેના નામે ધરપકડના વોરંટ બહાર પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે તેને ચાની દુકાન પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે અને હવે તેને જુનાગઢ તરફ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જુનાગઢ જિલ્લાની વિસાવદર કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ વર્ષ 2021 અને 2022ના ફોજદારી કેસ ચાલતા હતા. આ કેસોની સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવીને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. અદાલત દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ પણ આ વ્યક્તિ હાજર થયો ન હતો અને નાસતો ફરતો હતો. આ કારણે અદાલત તરફથી આ વ્યક્તિને શોધી કાઢવા માટે ધરપકડના વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામનો વતની નિતેષભાઇ વાસુદેવભાઇ રાવલ સજાથી બચવા માટે પોતાનું ઘર છોડીને ગાંધીનગર જિલ્લામાં આવી ગયો હતો. તે પેથાપુર વિસ્તારમાં સિધ્ધેશ્વરી ઇલાઇટ ફ્લેટના બ્લોક નંબર બી-302 માં છુપાઈને રહેતો હતો. તપાસ કરી રહેલી ટીમને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ વ્યક્તિ તે સમયે સરગાસણ વિસ્તારમાં આવેલા પ્રમુખ ટેન્જેન્ટ કોમ્પ્લેક્ષ પાસે હાજર છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પર પાછળ બાઇક અથડાઈ:શાહપુર રોડ પર અકસ્માત, બાઇક ચાલકનું મોત નીપજ્યું
    Next Article
    હાઈવે પર લાંબો ટ્રાફિકજામ:કલોલના સઇજ પાસે ટ્રાફિક જામમાં ફસાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ ગુસ્સે ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment