Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પર પાછળ બાઇક અથડાઈ:શાહપુર રોડ પર અકસ્માત, બાઇક ચાલકનું મોત નીપજ્યું

    19 घंटे पहले

    ગાંધીનગરમાં પાલજથી શાહપુર તરફ જતા રોડ પર એક બાઇક આગળ ચાલતા ડમ્પરની પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માત થયો છે. આ ઘટનામાં એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પાલજ ગામથી શાહપુર બાપા સીતારામ સર્કલ તરફ જતા રોડ પર અરણ્ય પાર્કની સામે આ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલક કપચી ભરીને ઝુંડાલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી,રાત્રિના સમયે ડમ્પર રોડ પર જઈ રહ્યું હતું ત્યારે પાછળથી આવતી એક મોટરસાયકલ ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. અકસ્માતનો અવાજ આવતા જ ડમ્પર ચાલકે વાહન રોડની સાઇડમાં ઊભું રાખ્યું હતું અને નીચે ઉતરીને જોયું હતું. તે સમયે બાઇક અને તેનો ચાલક રોડ પર પડ્યા હતા. ચાલકને માથાના ભાગે ઇજાઓ થઈ હતી અને લોહી વહી રહ્યું હતું. આસપાસના લોકો ભેગા થઈ જતાં ડમ્પર ચાલક ત્યાંથી નીકળી ગયો હતો અને તેના માલિકને ફોન દ્વારા જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પહોંચી હતી. બાઇક ચાલકનું મોત થઈ ચૂક્યું હોવાથી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ રૂશ્વિક રામજીભાઇ વામજા તરીકે થઈ છે, જે હાલ સરગાસણ, ગાંધીનગર ખાતે રહેતો હતો અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતિરાળા ગામનો વતની હતો. અકસ્માત અંગે ડમ્પર ચાલકે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગૌમાંસ પ્રકરણમાં પોલીસે બેને પકડ્યાં:ગેરકાયદે કતલખાના સામે તંત્ર ચૂપ
    Next Article
    કાર્યવાહી:સરગાસણમાંથી ચેક રિટર્ન કેસનો ગુનેગાર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment