Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌમાંસ પ્રકરણમાં પોલીસે બેને પકડ્યાં:ગેરકાયદે કતલખાના સામે તંત્ર ચૂપ

    18 hours ago

    ગાંધીનગરના સેક્ટર-24 ના ઇન્દિરાનગર વિસ્તારમાં તંત્રની આંખમાં ધૂળ નાખીને ચાલતા ગેરકાયદેસર કસાઈવાડા અને ગૌમાંસના વેચાણના મામલે પોલીસે આખરે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને રીમાન્ડ મેળવ્યા છે. બીજીતરફ રીઝર્વ સરકારી પ્લોટ પર બની ગયેલા ગેરકાયદે કતલખાના સામે જીએમસી કે પાટનગર યોજના વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુકાનોમાં ચોરીછૂપીથી ફરી નોનવેજનું વેચાણ પણ ચાલું થઇ ગયું છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આખા રેકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય આરોપીઓની કડી મેળવવા માટે આરોપીઓની હાજરી જરૂરી હોવાથી પોલીસે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી હતી, જેને મંજૂર રાખીને કોર્ટે બંને આરોપીઓના 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. સેક્ટર-24 ના છાપરાં વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, ત્યારે ત્યાંનો નજારો જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. ત્યાં મટનની દુકાનોની આડમાં જીવતા પશુઓને ક્રૂરતાપૂર્વક ગોંધી રાખવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે ગૌમાંસનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો,આ દરોડા દરમિયાન પોલીસ,બજરંગ દળના લોકો અને ટ્રસ્ટના લોકોએ કેટલાક જીવતા પશુઓ અને નાના વાછરડાઓને મુક્ત કરાવીને પાંજરાપોળ ભેગા કર્યા હતા. હવે 24 કલાકના રિમાન્ડ મળતા જ પોલીસે આરોપીઓની આકરી પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત સરકારી સીલ તોડવાની હિંમત પાછળ કોનો હાથ હતો અને સ્થાનિક સ્તરે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આટલા સમયથી ચાલતી હોવા છતાં કોઈને ખબર કેમ ન પડી, તે તમામ પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખેંગારપાર્ક પાસે નશાખોરો:મહિલાઓ અને બાળકોની સુરક્ષા રામભરોસે, શહેરના પોશ વિસ્તારોમાં બાઇકની ડીકીમાંથી વેચાય છે દારૂ!
    Next Article
    ડમ્પર પાછળ બાઇક અથડાઈ:શાહપુર રોડ પર અકસ્માત, બાઇક ચાલકનું મોત નીપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment