Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેંગારપાર્ક પાસે નશાખોરો:મહિલાઓ અને બાળકોની સુરક્ષા રામભરોસે, શહેરના પોશ વિસ્તારોમાં બાઇકની ડીકીમાંથી વેચાય છે દારૂ!

    17 hours ago

    ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ દેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે. પોલીસ વિભાગ સિવાય આખા શહેરને આ દૂષણની જાણ છે. હાલત એ વણસી છે કે, પોશ વિસ્તારોની શેરીઓમાં હવે બાઇકની ડીકીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે સંસ્કારી પરિવારો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના હૃદયસમા અને જ્યાં રોજ સાંજે બે હજારથી વધુ નાગરિકો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઈવનિંગ વોક માટે આવે છે તે ખેંગાર પાર્કથી રાજેન્દ્ર બાગ વચ્ચેનો વોકવે નશાખોરોનો અડ્ડો બની ગયો છે. વોકવેની દીવાલ પાસે થોડા-થોડા અંતરે દારૂડિયાઓ નશામાં ચૂર થઈને ‘’ફેલ’’ થઈને સૂતેલા પડ્યા છે તેવું નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું. શહેરના હૃદયસમા અને જ્યાં રોજ સાંજે બે હજારથી વધુ નાગરિકો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઈવનિંગ વોક માટે આવે છે તે ખેંગાર પાર્કથી રાજેન્દ્ર બાગ વચ્ચેનો વોકવે નશાખોરોનો અડ્ડો બની ગયો છે. વોકવેની દીવાલ પાસે થોડા-થોડા અંતરે દારૂડિયાઓ નશામાં ચૂર થઈને ‘’ફેલ’’ થઈને સૂતેલા પડ્યા છે તેવું નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું. આ સાર્વજનિક સ્થળેથી જ્યારે મહિલાઓ અને પરિવારો પસાર થાય છે ત્યારે તીવ્ર અસુરક્ષાની લાગણી અનુભવે છે. સ્થાનિકોની માંગ છે કે પોલીસની વિવિધ શાખાઓ માત્ર કાગળ પર એક્ટિવ રહેવાને બદલે ગ્રાઉન્ડ પર આવે, આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવે અને દારૂના વેચાણકર્તાઓ પર કડક સપાટો બોલાવે. બાઇક પર ગમે ત્યારે, ગમે ત્યાં ‘હોમ ડિલિવરી’ ભુજના પોશ વિસ્તારોમાં હવે કોઈ ફિક્સ અડ્ડાની જરૂર નથી રહી. બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં બાઇકની ડીકીમાં દારૂની બોટલો રાખીને ગલીઓએ ગલીએ હોમ ડિલિવરી જેવું નેટવર્ક ઊભું કરાયું છે. ગુજરાતમાં કડક દારૂબંધીના કાયદા વચ્ચે ભુજના જાહેર બાગ-બગીચાઓ નશાખોરોની આરામગૃહ બની ગયા છે. સાંજના સમયે સીનિયર સીટીઝન્સ અને મહિલાઓની સુરક્ષા માટે અહીં પોલીસ પેટ્રોલિંગ સબળ બનાવવું અનિવાર્ય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    House panel chief flags Great Nicobar project issues; BJP members say stick to the agenda
    Next Article
    ગૌમાંસ પ્રકરણમાં પોલીસે બેને પકડ્યાં:ગેરકાયદે કતલખાના સામે તંત્ર ચૂપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment