Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી નગરમાં મોહરમ પર્વની તૈયારી‎:મોટી દરગાહમાં સાંજે બીમારી નિવારણ માટે સ્નાન વિધિ યોજાશે

    2 days ago

    નવસારી શહેરમાં આગ મી મોહર રમના પવિત્ર પર્વ નિમિત્તે તાજીયા જુલૂસ અને વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ હંમેશાં એકતા, શાંતિ અને ભાઈચા રાનું પ્રતીક રહ્યો છે, જેમાં દરેક સમાજ અને કોમના લોકો ઉત્સ હભેર ભાગ લે છે. આ વર્ષે આજે 25 જૂન કતલની રાત અને 26 જૂનના રોજ આસુરાના દિવસે પૂર્ણા નદીમાં તાજીયાનું વિસર્જન કરવામાં આવશે, જેને લઈને વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવાયો છે.​ 25 જૂન ગુરુવારના રોજ કતલની રાત હોય મોટી દરગાહ શરીફમાં પુરાણી ઐતિહાસિક દુઆનું આયોજન થશે. સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કુષ્ઠ રોગ અને અન્ય શારીરિક બીમારીઓના નિવારણ માટે પવિત્ર પાણીથી સ્નાન કરાવાશે. ​ કતલની રાત્રે નવસારીના કેટલાક તાજીયા પોતાના થાનક (સ્થાન) પરથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર જુલૂસ સ્વરૂપે ફરશે અને મોટી પોલીસ ચોકી થઈ પરત પોતાના થાનક પર જશે. ​26મીએ શુક્રવારે ​ બપોરે 3:30 વાગ્યે મોટી દરગાહ પરથી તાજીયા પ્રસ્થાન કરી પોતાના પરંપરાગત માર્ગ પર થઈ નવસારી મોટી ગેટ પર પહોંચશે.​ શહેરના તમામ તાજીયા જૂના થાણા ખાતે એકત્રિત થશે. મગરીબની નમાજ પછી તમામ તાજીયા પાંચ ડાકડી થઈ નવસારી મોટી પોલીસ ચોકી અને મોટા બજાર થઈ મોટી ગેટ પર પહોંચશે. ​જ્યારે શહેરના તમામ તાજીયા મોટી ગેટ પર પહોંચશે, ત્યારે નવસારી શહેર કોર્પોરેશન અને શહેરના અગ્રણી દ્વારા તમામ તાજીયાનું સન્માન કરાશે. આ સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ તાજીયા વિસર્જન અર્થે પૂર્ણા નદી પર જવા પ્રસ્થાન કરશે. અને શાંતિ માટે દુઆ ગુજારાશે.
    Click here to Read More
    Previous Article
    ખનીજ વિભાગે દરોડો પાડી સાદી‎માટીની ચોરી ઝડપી ડમ્પર સીઝ કર્યું‎:આસણામાં ગેરકાયદે માટીખનન બદલ જમીન અને વાહનમાલિક સામે કાર્યવાહી
    Next Article
    બે-ત્રણ દિવસમાં જ ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે:આજથી 30 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment