Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખનીજ વિભાગે દરોડો પાડી સાદી‎માટીની ચોરી ઝડપી ડમ્પર સીઝ કર્યું‎:આસણામાં ગેરકાયદે માટીખનન બદલ જમીન અને વાહનમાલિક સામે કાર્યવાહી

    2 days ago

    નવસારી જિલ્લા કલેક્ટરના નિર્દેશ અને ભૂસ્તરશાસ્ત્રી પી.આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમે 22 જૂનના રોજ જલાલપોર તાલુકાના આસણા ગામે મહત્વની કામગીરી હાથ ધરી હતી. બુલેટ-ટ્રેન બ્રિજ નજીકથી સાદી માટીનું ગેરકાયદે વહન કરતું ડમ્પર (નં. GJ-21-Y-7895) ઝડપાઈ ગયું હતું, જેને તાત્કાલિક અસરથી જપ્ત કરીને આસણા ગ્રામ પંચાયતની કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે.તપાસ દરમિયાન, આસણા ગામના સર્વે નં. 332માંથી સાદી માટીનું ગેરકાયદે ખનન થતું હોવાનું સામે આવતા, ટીમે સ્થળ પર સઘન માપણીની પ્રક્રિયા હાથ ધરી હતી. આ સમગ્ર મામલે "ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017ના ભંગ બદલ વાહનમાલિક અને જમીનમાલિક વિરુદ્ધ કડક દંડનાત્મક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરાઇ છે. વહીવટી તંત્રે હાથ ધરેલી આ કાર્યવાહીથી ખનીજ ચોરી અને ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 1 માસમાં ગેરકાયદે માટીખનન માફિયાઓને કરોડોનો દંડ ફટકારાયો નવસારી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ખનન સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આમડપોર ગામે ગૌચર જમીનમાંથી 3,00,000 મેટ્રિક ટન માટી ખનન બદલ 8 કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારાયો છે. આ ઉપરાંત મિર્ઝાપુર, ચોવીસી અને આસણા ગામે પણ દરોડા પાડી ખનીજ ચોરોની કામગીરી પર રોક લગાવી છે. જપ્ત કરાયેલ વાહનો અને કડક દંડનાત્મક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    મંડળીએ આપેલ વિનામૂલ્યે જમીન બદલામાં કામો કરવાના હતા:જલાલપોરના રિંગરોડ, સ્મશાનભૂમિ વગેરે કામો પાલિકા, મનપાએ ન કર્યા
    Next Article
    નવસારી નગરમાં મોહરમ પર્વની તૈયારી‎:મોટી દરગાહમાં સાંજે બીમારી નિવારણ માટે સ્નાન વિધિ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment