Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડળીએ આપેલ વિનામૂલ્યે જમીન બદલામાં કામો કરવાના હતા:જલાલપોરના રિંગરોડ, સ્મશાનભૂમિ વગેરે કામો પાલિકા, મનપાએ ન કર્યા

    2 days ago

    નવસારીના જલાલપોર વિસ્તારમાં સહકારી મંડળીની માલિકીની 15711 ચોરસ મીટર જમીન વિનામૂલ્યે પાલિકાને 9 વર્ષ અગાઉ આપી હતી પણ તેની સામે કરેલ શરત મુજબ અંશતઃ કામ થયાની રજૂઆત વિસ્તારના અગ્રણીઓએ મેયરને કરી છે. હાલમાં નવસારી મનપાના મેયર અશોક ધોરાજીયા, ડે.મેયર કેયુરી દેસાઈ જલાલપોર ગ્રામ ખેતીવિકાસ સહકારી મંડળીના કાર્યક્રમમાં ગયા હતા. આ સમયે વિસ્તારના અગ્રણી નટુભાઈ દેસાઈ વગેરેએ મંડળીએ પાલિકાને વિનામૂલ્યે જમીન 9 વર્ષ અગાઉ આપી અને તેના બદલામાં વિસ્તારના કામો કરવાની શરત મૂકી તેનું અંશતઃ જ પાલન થયાની રજૂઆત કરી હતી. અગ્રણીઓએ જણાવ્યું કે, 2017 માં પાણી પુરવઠા, રસ્તા વગેરે માટે મંડળીએ 15711 ચો. મીટર જમીન વિનામૂલ્યે તે સમયની પાલિકાને આપી હતી, સામે જલાલપોર ગામ વિસ્તારના કામો કરવાની શરત મૂકી હતી,જે સ્વીકારી હતી. જોકે રસ્તા બનાવવા સહિતના અંશતઃ કામ જ થયા છે. પૂર્ણેશ્વર સ્મશાન ભૂમિનો વિકાસ, રિંગરોડ વગેરે કામો કરાયા નથી. આ રજૂઆત સાંભળી મેયર ધોરાજીયાએ વિસ્તારના કામો અગ્રતામાં કરવા હૈયાધરપત આપી હતી.
    Click here to Read More
    Previous Article
    4 મહિના ધક્કા ખાધા પણ રોયલ્ટી ન મળી:નવસારીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી ખનન માટે પરવાનગી અને નજીકના જ સચવાતા હોવાનો કોન્ટ્રાક્ટરનો વીડિયો વહેતો થયો
    Next Article
    ખનીજ વિભાગે દરોડો પાડી સાદી‎માટીની ચોરી ઝડપી ડમ્પર સીઝ કર્યું‎:આસણામાં ગેરકાયદે માટીખનન બદલ જમીન અને વાહનમાલિક સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment