Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં મનરેગા સહિત અનેક મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ:ભાજપના નેતાઓના જોબકાર્ડમાં નામ હોવાનો આક્ષેપ, કલેક્ટરને તપાસની માંગ

    1 day ago

    નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લામાં મનરેગા યોજના, વિકાસ કાર્યોમાં થયેલા કથિત કૌભાંડો, વધતી મોંઘવારી, ખેડૂતોની જમીન સંપાદન પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે જિલ્લામાં ચાલી રહેલા વિવિધ ગેરકાયદેસર ધંધાઓ અને કૌભાંડો અંગે પણ માહિતી આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. જોબકાર્ડમાં ભાજપ નેતાઓના નામ, બીપીએલ યાદી સંપૂર્ણપણે બોગસ: કોંગ્રેસ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મનરેગા યોજનામાં ભાજપના કેટલાક નેતાઓના નામ પણ જોબકાર્ડમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત જિલ્લામાં બીપીએલ યાદી પણ સંપૂર્ણપણે બોગસ હોવાનું કહી તેની પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આ મુદ્દાઓને લઈને રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં મનરેગા યોજનામાં થયેલા કથિત કૌભાંડ, વિકાસના કામોમાં થયેલી ગેરરીતિઓ, વધતી જતી મોંઘવારી તેમજ ખેડૂતોની જમીનો આડેધડ સંપાદિત કરવામાં આવી રહી હોવાના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કથિત ગેરરીતિઓ અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે : કોંગ્રેસ આ પ્રસંગે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવી (મહાકાળી), પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંત તડવી સહિત જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસે રજૂઆતમાં માંગ કરી હતી કે જિલ્લામાં મનરેગા યોજના, વિકાસ કાર્યો અને અન્ય કથિત ગેરરીતિઓ અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને જો કોઈ જવાબદાર જણાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત સરકારી તંત્ર અથવા ભાજપ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
    Click here to Read More
    Previous Article
    સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી પત્નીથી ત્રસ્ત થઈ પતિએ છુટાછેટા લીધા:સાથે રહેતા હોવા છતા તમામ પ્રકારના વૈવાહિક સંબંધોનો અંત આણી દીધો હતો
    Next Article
    મુળધરાઈ કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો:વલ્લભીપુરના TDOની અધ્યક્ષતામાં બાળકોને શાળામાં પ્રવેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment