Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી પત્નીથી ત્રસ્ત થઈ પતિએ છુટાછેટા લીધા:સાથે રહેતા હોવા છતા તમામ પ્રકારના વૈવાહિક સંબંધોનો અંત આણી દીધો હતો

    1 day ago

    સુરતમાં મોબાઈલના કારણે એક દંપતીનું ઘર ભાંગ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરકામ અને બાળકોના ઉછેરને ભૂલીને યુવતી આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હોવાના કારણે પતિ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને સારવાર લેવાની ફરજ પડી હતી. એક જ ઘરમાં સાથે રહેતી હોવા છતા પત્નીએ તમામ વૈવાહિક સંબંધોનો અંત આણી દીધો હોય પતિ દ્વારા સુરતની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરવામાં આવી હતી. તમામ પરિસ્થિતિઓને ધ્યાન પર રાખી કોર્ટે છુટાછેડાની અરજી મંજૂરી રાખી હતી. મોબાઈલની લત અને ઘરકામ તેમજ બાળકો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી સુરતની ફેમિલી કોર્ટમાં રજૂ કરાયેલી વિગત મુજબ, લગ્નના છ મહિનામાં જ પરિણીતાના વર્તનમાં મોટો બદલાવ આવી ગયો હતો. તે સંયુક્ત પરિવારથી અલગ થઈને ભાડાના મકાનમાં રહેવા ચાલી ગઈ હોવા છતા તેના વલણમાં કોઈ સુધારો થયો ન હતો. આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હોવાના કારણે ઘરનું કોઈ કામ કરતી ન હતી અને બે માસૂમ બાળકોની પણ સતત ઉપેક્ષા કરતી હતી. સામાન્ય બાબતમાં પતિ અને સાસુ સાથે ઝઘડાઓ કરતી રહેતી હોવાના કારણે પરિવારજનો પરેશાન થઈ ગયા હતા. 'સાથે રહેતી હોવા છતા પત્નીએ વૈવાહિક સંબંધોનો અંત આણી દીધો હતો' પતિએ પોતાની અરજીમાં અત્યંત વેદના સાથે જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2021થી પત્નીએ તમામ પ્રકારના વૈવાહિક અને શારીરિક સંબંધોનો અંત આણી દીધો હતો. તે એક જ ઘરમાં પત્ની તરીકે નહીં, પરંતુ માત્ર એક 'પેઇંગ ગેસ્ટ' તરીકે જ રહેતી હતી, જેના કારણે પતિ ભારે ડિપ્રેશનમાં આવી ગયા હતા. પત્નીના આવા અસહકાર, સતત માનસિક ત્રાસ અને ક્રૂરતાભર્યા વ્યવહારને કારણે પતિએ સુરત નર્સિંગ હોમ/ડોક્ટર પાસે લાંબી સારવાર પણ લેવી પડી હતી. કોર્ટે આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને પતિની છૂટાછેડાની અરજી મંજૂર રાખી છે. 10 વર્ષથી અલગ રહેતા દંપતીના બાળકની કસ્ટડી પિતાને આપવાનો કોર્ટનો ઇનકાર આ કેસની સમાંતર અન્ય એક ચુકાદામાં, સુરત ફેમિલી કોર્ટે બાળકના હિતને સર્વોપરી ગણાવીને પિતા દ્વારા દાખલ કરાયેલી 12 વર્ષના પુત્રની વચગાળાની કસ્ટડી અને મુલાકાતના અધિકારની અરજીને ફગાવી દીધી છે. નાનપુરાના આ દંપતીના લગ્ન 2013માં થયા હતા અને વિવાદોને કારણે તેઓ છેલ્લા 10 વર્ષથી અલગ રહેતા હતા. આ દરમિયાન પત્ની તરફે એડવોકેટ હિરલ પાનવાલાએ દલીલો કરી હતી કે પતિ અગાઉ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલું પત્નીનું રૂ. 5500 અને બાળકનું રૂ. 1000 ભરણપોષણ ચૂકવતો ન હતો. પરિણામે, કોર્ટે બાળકના ભવિષ્ય અને સુરક્ષાને ધ્યાને રાખી પિતાની કસ્ટડીની માંગ નામંજૂર કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટ્યો, 5 લોકોનાં મોત:15 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા, 20નું રેસ્ક્યુ; બે ICUમાં દાખલ
    Next Article
    નર્મદામાં મનરેગા સહિત અનેક મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ:ભાજપના નેતાઓના જોબકાર્ડમાં નામ હોવાનો આક્ષેપ, કલેક્ટરને તપાસની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment