Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ નગરપાલિકાની પ્રથમ બોર્ડ બેઠકમાં હોબાળો:કોંગ્રેસની રજૂઆત વખતે રાષ્ટ્રગીત શરૂ કરાયું, ભાજપમાં આંતરિક મતભેદ સપાટી પર

    19 hours ago

    ભાજપ શાસિત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની નવી ટર્મના પ્રથમ જનરલ બોર્ડમાં જ રાજકીય વિવાદો, પ્રક્રિયાગત પ્રશ્નો અને ભાજપના આંતરિક અસંતોષે માહોલ ગરમાવ્યો હતો. નવા પ્રમુખ નરેશ ગોહેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ સર્જાયું, જ્યારે સમિતિઓની રચનાને લઈને ભાજપના સભ્યોમાં પણ અસહમતી સામે આવી હતી. કોંગ્રેસ સભ્યોની રજૂઆત સમયે ઇન્ચાર્જ સેક્રેટરીએ રાષ્ટ્રગીત શરૂ કરી દીધું બોર્ડની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના નગરસેવક નરેશ ચાવડા સહિત વિપક્ષના સભ્યો શહેરના વિવિધ પ્રજાલક્ષી અને વહીવટી પ્રશ્નો અંગે પોતાની રજૂઆત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા રાષ્ટ્રગીત શરૂ કરાવવામાં આવતા સભાખંડમાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે તેમની રજૂઆત અને વિરોધના અવાજને દબાવવા માટે રાષ્ટ્રગીતનો આશરો લેવામાં આવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે બેઠકનું વાતાવરણ તંગ બન્યું હતું. આક્ષેપો બાદ પ્રમુખ નરેશ ગોહેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ તેમનું પ્રથમ જનરલ બોર્ડ હોવાથી સમગ્ર પ્રક્રિયાની તેમને જાણ નહોતી અને આ બાબત તેમના ધ્યાનમાં નહોતી. જોકે કોંગ્રેસે આ સ્પષ્ટતાને નકારી કાઢી તેને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ગત બોર્ડ બેઠકના અહેવાલને મંજૂરી આપવાના મુદ્દે પણ વિવાદ બેઠકમાં ગત જનરલ બોર્ડના અહેવાલને મંજૂરી આપવાનો મુદ્દો પણ વિવાદનું કારણ બન્યો હતો. કોંગ્રેસના સભ્યોએ દલીલ કરી હતી કે ગત બેઠકનો અહેવાલ અગાઉથી આપવામાં આવ્યો ન હોવાથી જરૂરી દસ્તાવેજો વિના મંજૂરી આપવી લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ છે. જોકે ભાજપના 24 સભ્યોની બહુમતીના આધારે અહેવાલને મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસે બહુમતીના જોરે નિર્ણયો લાદવાની વૃત્તિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. વિવિધ 23 સમિતિઓ અને તેમના ચેરમેનોની જાહેરાત કરાઈ બેઠક દરમિયાન કારોબારી સમિતિ સહિત કુલ 23 વિવિધ સમિતિઓ અને તેમના ચેરમેનોની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સમિતિઓની રચના જાહેર થતાં જ ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી ગયો હતો. પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે જાહેર કરાયેલા ભાજપના નગરસેવિકા દીપિકાબેન કોટિયાએ જનરલ બોર્ડ દરમિયાન જ અધ્યક્ષપદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સત્તાધારી પક્ષના સભ્ય દ્વારા જાહેર મંચ પરથી જ હોદ્દાનો અસ્વીકાર કરાતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. 11 એજન્ડામાંથી મોટાભાગના મુદ્દાઓ કોંગ્રેસની સહમતી સાથે સર્વાનુમતે મંજૂર રાજકીય નિરીક્ષકોના મતે હોદ્દાની ફાળવણી દરમિયાન અસંતોષ સામાન્ય બાબત હોઈ શકે, પરંતુ નવી ટર્મના પ્રથમ જ જનરલ બોર્ડમાં જાહેર રીતે અસહમતી વ્યક્ત થવી ભાજપની આંતરિક ગોઠવણ અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે. આગામી દિવસોમાં સમિતિઓની રચનાને લઈને વધુ રાજકીય ખેંચતાણ જોવા મળી શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે બેઠકમાં પ્રમુખપક્ષ દ્વારા રજૂ કરાયેલા 11 એજન્ડામાંથી મોટાભાગના મુદ્દાઓ કોંગ્રેસની સહમતી સાથે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, તેમ છતાં રાષ્ટ્રગીત મુદ્દે સર્જાયેલો વિવાદ, ગત બેઠકના અહેવાલ અંગેનો વિરોધ અને સમિતિ રચનામાં ભાજપના આંતરિક મતભેદ સમગ્ર બેઠક પર હાવી રહ્યા હતા. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની નવી ટર્મની શરૂઆત જ વિવાદોથી ઘેરાતા હવે વિકાસના મુદ્દાઓ કરતાં રાજકીય ટકરાવ અને આંતરિક અસંતોષ વધુ ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક રાજકારણમાં આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે નવી ટીમ સામે વિશ્વાસ, સંકલન અને સુશાસન જાળવવાનો પડકાર પણ ઊભો થયો છે.
    Click here to Read More
    Previous Article
    મોહરમ પર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં યોજી બેઠક:ત્રણેય પોલીસ ડિવિઝનનું સંયુક્ત રૂટ પર સઘન ફૂટ પેટ્રોલીંગ
    Next Article
    તાજીયા વિસર્જન પૂર્વે CPનું સહિતના અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ:વડોદરામાં 178 તાજીયાઓના વિસર્જન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે, 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment