Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહરમ પર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં યોજી બેઠક:ત્રણેય પોલીસ ડિવિઝનનું સંયુક્ત રૂટ પર સઘન ફૂટ પેટ્રોલીંગ

    18 hours ago

    ​દેશભરમાં આગામી દિવસોમાં મોહરમ અને તાજીયાના પવિત્ર પર્વની પરંપરાગત ઉજવણી થનાર છે, ત્યારે જૂનાગઢમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. એસ.પી. કચેરી ખાતે રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ અને તાજીયા કમિટીના સભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કાયદો-વ્યવસ્થા અને સરકારી નીતિનિયમોની વિસ્તૃત સમજ આપી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.​ શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઊજવણી કરવા અપીલ બીજી તરફ, શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે સિટી ‘એ’, ‘બી’ અને ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે પરંપરાગત તાજીયા રૂટ પર સઘન ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. સૈયદની ટાંકી સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં યોજાયેલી આ કૂચનો મુખ્ય આશય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પ્રશાસને લોકોને કોઈ પણ અફવાઓથી દૂર રહી, પરસ્પર સહકાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ આસ્થાનો પર્વ ઉજવવા અપીલ કરી છે. વ્યસ્ત વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ પર્વ દરમિયાન જૂનાગઢ શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તે માટે પોલીસ તંત્ર અત્યારથી જ સજ્જ બન્યું છે. જૂનાગઢ સિટી ‘એ’ ડિવિઝન, ‘બી’ ડિવિઝન અને ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાફલામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો જોડાયા હતા. રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આગામી 26 જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયના તાજીયાના પ્રસંગે સમગ્ર જૂનાગઢ શહેરમાં નીકળનાર તાજીયા કમિટીના સભ્યો, શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનોની આજે એસ.પી. કચેરી ખાતે મીટિંગ લેવામાં આવી. તમામને પ્રવર્તમાન સરકારી કાયદાકાનૂન, નીતિનિયમોની સમજ કરવામાં આવી અને બંને કોમના આગેવાનો ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં અને એકબીજાના સહકાર સાથે આ ઉત્સવ ઉજવાય અને તમામ નીતિનિયમોનું સંપૂર્ણ સારી રીતે પાલન થાય એ રીતે સમજ કરી અને આવનાર મોહરમના પ્રસંગે તમામને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ED raids Delhi businessman, others in Mundra port drugs seizure case
    Next Article
    વેરાવળ નગરપાલિકાની પ્રથમ બોર્ડ બેઠકમાં હોબાળો:કોંગ્રેસની રજૂઆત વખતે રાષ્ટ્રગીત શરૂ કરાયું, ભાજપમાં આંતરિક મતભેદ સપાટી પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment