Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાજીયા વિસર્જન પૂર્વે CPનું સહિતના અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ:વડોદરામાં 178 તાજીયાઓના વિસર્જન માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે, 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત

    20 hours ago

    વડોદરા શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે સ્થાપિત કરાયેલા તાજીયાઓના વિસર્જનને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેમાં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે. આજે તાજીયા વિસર્જન પૂર્વે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. શહેરમાં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં 178 તાજીયાઓની સ્થાપના કરવામાં આવી છે, જેના વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા એક જોઇન્ટ પોલીસ કમિશનર, એક એડિશનલ પોલીસ કમિશનર, 10 ડેપ્યુટી પોલીસ કમિશનર, 15 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 50થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર, 85થી વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ 2,000થી વધુ પોલીસ કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર SRPFની ટુકડીઓ અને એક સ્પેશિયલ ફોર્સને પણ બંદોબસ્તમાં જોડવામાં આવી છે. ધાબા અને ડીપ પોઈન્ટ પર પોલીસ જવાનોને તૈનાત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યુ હતું કે, શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવા માટે ધાબા પોઈન્ટ અને ડીપ પોઈન્ટ પર પણ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર કોઈ ભડકાઉ અથવા શહેરનું સામાજિક વાતાવરણ બગાડે તેવી પોસ્ટ, કોમેન્ટ કે અફવા ન ફેલાય તે માટે સાયબર ક્રાઇમ શાખાને પણ સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો તાજીયા વિસર્જન પૂર્વે આજે બુધવારે સાંજના સમયે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો. પોલીસે નાગરિકોને શાંતિ અને કાયદો-વ્યવસ્થાના પાલન સાથે મહોરમના કાર્યક્રમોમાં સહભાગી થવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ નગરપાલિકાની પ્રથમ બોર્ડ બેઠકમાં હોબાળો:કોંગ્રેસની રજૂઆત વખતે રાષ્ટ્રગીત શરૂ કરાયું, ભાજપમાં આંતરિક મતભેદ સપાટી પર
    Next Article
    "Need To Be Man Enough": Ben Stokes Apologises To England Teammates After Missing 2nd NZ Test Due To Protocol Breach

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment