Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગાંધીનગર વાળી:એક જજ દ્વારા વકીલો સાથે તોછડું વર્તન અને જુનિયર વકીલોના અપમાન મુદ્દે ચીફ જજને પત્ર, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

    3 दिन पहले

    અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનીતા અગરવાલ, કોર્ટના યુનિટ જજ સંગીતા વિશેન અને પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં 140 વકીલોની સહી કરવામાં આવી છે. જામીન અરજીઓમાં વિલંબથી ઓર્ડર કરે છે એસોસિએશન આ પત્રમાં જણાવ્યું છે કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એક જજ કોર્ટ શરૂ થાય એટલે પહેલા સેશન્સ કેસો ચલાવે છે, ત્યારબાદ ક્રિમિનલ પરચુરણ અરજીઓ ચલાવે છે. જેને લઈને વકીલોએ આખો દિવસ તેમની કોર્ટમાં બેસી રહેવું પડે છે. તેઓ જામીન અરજીઓમાં વિલંબથી ઓર્ડર કરે છે અને વકીલો સાથે તોછડું વર્તન કરે છે. જુનિયર વકીલોને કોટરૂમની બહાર કાઢી મૂકે છે કેસની રજૂઆત કરવા માટે આવેલા સિનિયર વકીલો સાથે જુનિયર વકીલો હોય તો તેમને કોટરૂમની બહાર કાઢી મૂકે છે. ઇન કેમેરા પ્રોસેડિંગ ન હોવા છતાં સાહેદોની તપાસમાં કોર્ટરૂમનો દરવાજો અંદરથી બંધ કરાવે છે. તેઓ શંકાશીલ સ્વભાવના છે અને જુનિયર વકીલોને શીખવા માટે પણ કોર્ટમાં પણ બેસવા દેતા નથી. તેઓ MACT કેસોમાં પુરશીશમાં સહી કરતા નથી.જો તેમની રજૂઆત ઉપર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જયંતિ રવિએ 107 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો:રાજ્યવ્યાપી પ્રવેશોત્સવ: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
    Next Article
    રૂ. 128 કરોડના GST કૌભાંડમાં પિતા-પુત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર:જામનગરમાં બોગસ બિલિંગ, પિતા-પુત્રએ બોગસ ખરીદીઓ દર્શાવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment